Last Updated on April 1, 2021 by
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલના રોજ જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. આજે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડીને કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં અને અદ્યોગિક એકમોમાં આગામી 14 એપ્રિલના રોજ જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે 14 એપ્રિલ 2021ને બુધવારના રોજ ડૉ. બી. આર. આંબેડકર ના જન્મદિને દેશભરમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ અને ઔદ્યગિક સંસ્થાઓમાં જાહેર રજા રાખવામાં આવશે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 25 હેઠળ સત્તાઓનો ઉપયોગ કરીને જાહેરાત કરવામાં આવી છે.
સાથે સાથે, ગત વર્ષે કેન્દ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 14 એપ્રિલના રોજ રાષ્ટ્રીય રજા આપવામાં આવશે. 14 એપ્રિલ 2021ના રોજ બાબાસાહેબની 130મી જન્મજયંતિ છે.
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. જાણીતા સામાજિક ઉદ્ધારક અને દલિતના નેતા પ્રણેતા હતા જેમણે દલિત સમાજના લોકો પર થતા અસમાનતા, અન્યાય અને ભેદભાવ સામે સ્પષ્ટ વાત કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા તરીકે પણ તેઓ જાણીતા છે અને તેઓ સ્વતંત્ર ભારતના પહેલા કાયદો અને ન્યાય મંત્ર પણ બન્યા હતા.
બાબાસાહેબનું નિધન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવા ભારત રત્ન પુરસ્કાર તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31