GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ અમદાવાદ સિવિલના તમામ બેડ ફૂલ થઇ જશે : હવે આટલા જ બેડ રહ્યાં છે ખાલી, હાલની સ્થિતિ અતિગંભીર

Last Updated on April 1, 2021 by

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સિવિલમાં કોરોનાના વધુ 100 દર્દીઓ દાખલ થતાં હાલ 60 ટકા બેડ ફૂલ થઇ ગયા છે. સિવિલમાં હાલ 920 બેડ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ જો આ જ ગતિથી કેસ વધશે તો આગામી 3 થી 4 દિવસમાં સિવિલના તમામ બેડ ફૂલ થઇ જશે. જો કે તબીબોનું કહેવું છે કે વધુ દર્દીઓ આવશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને તેમને સારવાર આપવામાં આવશે.

સિવિલ

સતત વધી રહેલા કોરોનાના કેસ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યુ છે. વેકસીનેશનનું કામ  સમગ રાજ્યમાં પુરજોશમાં કામ ચાલી રહ્યુ છે. સાથે જ આજથી 45 વર્ષ થી ઉપરની ઉંમરના વેકસીન શરૂ કરવાના અભિયાનની પણ જાણકારી આપી હતી. તેમણે ગાંધીનગર સરકારી કચેરીઓમાં વધી રહેલા કોરોના કેસને લઇને પણ ચિંતા વ્યકત કરતા કર્મચારીઓને સાવચેતી રાખવા અપીલ કરી હતી. તેમણે તમામ સરકારી ઓફિસમાં પ્રજા પોતાની જરૂરિયાત પ્રમાણે ગાંધીનગર આવવા અપીલ કરી છે. કામ સિવાય સરકારી કચેરીમાં ન આવવા અને  માસ્ક તમામ ફરજિયાત પહેરવા પણ કહ્યું હતું.

આજથી રાજ્ય સહીત દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાની વેક્સિનેશનનો આરંભ થયો છે. આજથી 1 જાન્યુઆરી 1977ની પહેલાં જન્મેલા તમામ લોકો વેક્સિન લઈ શકશે. અત્યાર સુધી કોરોનાની મોતને ભેટેલા આંકડાઓના અભ્યાસને પગલે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાઇ રિસ્ક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જેના કારણે આજથી ૪પ વરસથી ઉપરના લોકોને પણ કોરોનાની રસી આપવાનો આરંભ થઇ રહ્યો છે. 31 માર્ચની સવાર સુધીમાં 6.30 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.

દેશમાં કોરોનાના વધતા કેસની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૌથી વધુ પ્રભાવિત જીલ્લાઓમાં આગામી 2 સપ્તાહની અંદર 45થી વધુ વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કેન્દ્રએ વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવા અને તમામ યોગ્યતા પાત્ર વ્યક્તિઓને વેક્સિન લગાવવા સૂચના આપી છે.

કેન્દ્રએ કહ્યું કે, વધુ કેસ લોડ વાળા તમામ જીલ્લાઓમાં આગામી 2 સપ્તાહની અંદર 45 કે તેથી વધુ વયના લોકોને પ્રાથમિકતા આપી વેક્સિન લગાવવી. આ સાથે કોરોનાના દરેક દર્દીના સંપર્કમાં આવેલા 25 થી 30 લોકોને ક્વારેન્ટાઈન કરવાની વ્યવસ્થાની સૂચના પણ આપી છે, જેથી કોરોનાના કેસ વધતા અટકાવી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે- હજુપણ ટેસ્ટ-ટ્રેક અન ટ્રિટની નીતિ પર ફોક્સ રાખવું જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આકરા નિયમો લાગુ કરવા અને તેનું પાલન કરાવવું જરૂરી છે.

પહેલી માર્ચથી 60 વર્ષથી વધુના લોકોનું વેક્સિનેશન શરૂ થયું હતું. તેમાં અત્યારસુધીમાં 2.90 કરોડ પહેલા ડોઝ અને 36 હજાર 899 બીજા ડોઝ અપાઈ ચૂક્યા છે. 2011ની વસતિ ગણતરીને ધ્યાનમાં લઇએ તો 2021માં 60થી વધુ ઉંમરના લોકોની વસતિ 13.7 કરોડ છે તો અને 45થી 59 વર્ષના લોકોની ઉંમર 20.7 કરોડ જેટલી અંદાજાઇ છે. એટલે કે 34 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા વધારે ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. ગાંધીનગર સચિવાલય ખાતે અનેક રાજનેતાઓ સહિત સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે, અત્યાર સુધી  ગાંધીનગરમાં 6 ટેસ્ટીંગ સેન્ટરો ઊભા કરાયા હતા.જેમાં આરોગ્ય વિભાગ દ્વાર વધુ 3 ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33