Last Updated on April 1, 2021 by
પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં 30, આસામમાં 39 સીટો પર હાલમાં મતદાન થઈ રહ્યુ છે. ગુરૂવારે સવારે કેટલીય સીટો પર ઈવીએમમાં ખામીની ખબરો આવી છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક બીજા પર હુમલાઓ પણ કરી રહ્યા છે.
West Bengal: Vehicle of media personnel attacked near booth number 170 in Kamalpur, Nandigram.
— ANI (@ANI) April 1, 2021
"These are work of Pakistanis, 'Jay Bangla' is a slogan from Bangladesh. There are voters from a particular community at that booth who are doing this," says BJP's Suvendu Adhikari pic.twitter.com/gMsENDDnA5
ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો
ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા શુભેન્દુ અધિકારી ઉપરાંત બંગાળના કેશપુરમાં ભાજપના ઉમેદવાર પ્રીતિશ રંજના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ભાજપના ઉમેદવારો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર એવા શુભેન્દુ અધિકારીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. શુભેન્દુ અધિકારીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે, આ હુમલામાં તેમને કોઈ નુકસાન થયુ નથી, પણ તેમની સાથે રહેલા કાફલાના અમુક લોકોની ગાડીઓને નુકસાન થયુ છે. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં જંગલરાજ ચાલી રહ્યુ છે.
WB: A woman polling agent of BJP at booth no.173 in Keshpur beaten up allegedly by TMC workers today. Local BJP leader Tanmay Ghosh's car vandalised
— ANI (@ANI) April 1, 2021
Free&fair polls not being conducted here as TMC causing violence.Central forces inactive:BJP candidate from Keshpur assembly seat pic.twitter.com/isI84YUEFH
બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન
પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળની 30 અને આસામની 39 બેઠકો માટે મતદાન વચ્ચે ગુરૂવાર સવારથી જ અનેક બેઠકો પર ઈવીએમમાં ગરબડ અને મારપીટના સમાચારો મળી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર મતદાતાઓને ધમકાવવાનો આરોપ પણ મુકી રહ્યા છે.
ત્યારે વેસ્ટ મિદનાપુરમાં ભાજપના તન્મય ઘોષે ટીએમસીના કાર્યકરોએ તેમની ગાડી પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ભાજપના મહિલા એજન્ટને પણ માર મારવામાં આવ્યો છે. ભાજપના નેતાએ કરેલા દાવા પ્રમાણે તેઓ પોલીસ સ્ટેશન ગયા ત્યાં તેમની ફરિયાદ પણ નહોતી નોંધવામાં આવી.
પોલીંગ બૂથ પર સામ સામે આવી ગયા
બંગાળના ડેબરા ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો બૂથ પર જ સામસામે આવી ગયા હતા. ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે પહેલા ત્યાં એજન્ટને ધમકાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં ટીએમસીએ ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ મુક્યો હતો.
નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી ગુરૂવારે સવારે જ મત આપવા પહોંચી ગયા હતા. તેઓ મોટરસાઈકલ લઈને પોલિંગ બૂથ નંબર 76 પર મત આપવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે જનતા વિકાસના મુદ્દે મતદાન કરી રહી છે તેવો દાવો કર્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31