Last Updated on April 1, 2021 by
મોદી સરકારે ફક્ત 24 કલાકમાં જ એક મોટો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કાપ મુકવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હૈરાન કરનારી વાત તો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, વ્યાજમાં કાપનો આદેશ ‘ભૂલથી’ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પર વિપક્ષ તૂટી પડ્યુ છે.
સવાર-સવારમાં ટ્વિટ કરીને જાણકારી આપી
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે સવાર-સવારમાં ટ્વીટ કરીને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. જેનાથી લોકોને ખૂબ આશ્ચર્ય થયુ છે. તથા વિપક્ષ પણ મજા લૂંટી રહ્યુ છે. સૌથી વધારે વાંધો તો ત્યાં આવ્યો જ્યારે નાણામંત્રીએ કહ્યુ કે, આ ભૂલથી આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
— Nirmala Sitharaman (@nsitharaman) April 1, 2021
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia @PIB_India
વિપક્ષી પાર્ટીઓએ પ્રહારો કરવાના શરૂ કર્યા
સરકારના આ નિર્ણય પાછા ખેંચવાના આદેશને લઈને વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકાર પર માછલા ધોવાનું શરૂ કર્યુ છે. વિપક્ષી પાર્ટીઓ તેને મોદી સરકારની અસંવેદનશીલતા ગણાવી રહ્યા છે.
બંગાળમાં ચૂંટણીને ધ્યાને રાખી નિર્ણય પાછો ખેંચ્યો
આ ખબર જેવી આવી કે, ચર્ચાઓ ચાલવા લાગી કે, બંગાળમાં ગુરૂવારે મતદાન થવાનું છે. તેના પર અસર પડવાની હોય. સૂત્રો મુજબ જોઈએ તો, ભાજપને ચિંતા થઈ છે કે, ખાસ કરીને બંગાળમાં તેમના સમર્થન પર મોટી અસર પડી શકે છે. કારણ કે, ત્યાંના લોકોમાં નાની બચત યોજના ખૂબ જ લોકપ્રિય છે. સરાકારે નાની બચત યોજનામાં વ્યાજદર ઘટાડીને 4 ટકાથી 3.5 ટકા કરવાની જાહેરાત કરી હતી.
સરકારે વ્યાજદરમાં કાપ મુક્યો હતો
સરકારે બુધવારના નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સામાન્ય બચત ખાતાઓમાં જમા રાશિ પર વ્યાજ દરને 4 ટકા ઘટાડીને વાર્ષિક 3.5 ટકા કરી દેવાશે. આ સાથે જ એક વર્ષથી લઈને 5 વર્ષ માટેની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. 5 વર્ષ સુધીની રિકરિંગ ડિપોઝિટ યોજના પર વ્યાજ દર 5.8 ટકાથી ઘટાડીને 5.3 ટકા કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ પરના વ્યાજ દરને 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જ રીતે રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર પરના વ્યાજ દર પણ ઘટાડવામાં આવ્યા હતા.
પીપીએફ પર મળતા વ્યાજના દરને 7.1 ટકાથી ઘટાડીને વાર્ષિક 6.4 ટકા કરી દેવામાં આવ્યો હતો. એક વર્ષ સુધીની જમા પરના વ્યાજ દરને 5.5 ટકાથી ઘટાડીને 4.4 ટકા ત્રણ મહિના માટે કરી દેવામાં આવ્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31