GSTV
Gujarat Government Advertisement

અમરનાથ યાત્રા માટે આજથી શરૂ થશે નોંધણી, દેશ-વિદેશના છ લાખથી વધુ ભક્તો પહોંચે તેવી આશા

Last Updated on April 1, 2021 by

 દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરની પડકાર વચ્ચે આગામી 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે. જમ્મુ કાશ્મીરની 17 બેંકોમાં નોંધણી પ્રક્રિયા શરૂ થશે. નોંધણી માટે તબીબ પ્રમાણપત્ર પણ અનિવાર્ય રખાયું છે. તો હેલિકોપ્ટરથી પ્રવાસ ખેડનાર માટે નોંધણીની કોઈ જરૂર નહિ પડે.

હેલિકોપ્ટરથી પ્રવાસ ખેડનાર માટે નોંધણીની કોઈ જરૂર નહિ પડે

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા કલમ-370 હટાવવા અને ગત વર્ષે કોરોના મહામારીને લીધે યાત્રા બે વર્ષથી પ્રભાવિત રહી છે. આ વર્ષે અમરનાથમાં દેશ-વિદેશના છ લાખથી વધુ શિવ ભક્તો પહોંચે તેવી આશા સેવાઈ રહી છે.

  • અમરનાથ યાત્રા માટે આજથી શરૂ થશે નોંધણી
  • હેલિકોપ્ટરથી પ્રવાસે જનાર માટે નોંધણી નથી જરૂર
  • પરમિટકાર્ડના આધારે ભાવિકોને દર્શનનો મળશે લાભ
  • યાત્રિકોના વીમાની રકમમાં પણ વધારો કરાયો

તંત્ર દ્વારા પણ એ પ્રમાણે જ તૈયારીઓ કરાઈ રહી છે. યાત્રિકોના આવાસ માટે 1500થી વધારી 5000 આવાસની તૈયારીઓ છે. યાત્રિકો આવવાથી જમ્મુ કાશ્મીરમાં નબળા પડેલા અને કારોબારને ગતિ મળશે. આ વખતે ભક્તોને બાલટાલથી દોમેલ માર્ગ પર પ્રથમવાર ફ્રી બેટરી કારની સેવા મળશે. 56 દિવસ યોજાનારી યાત્રામાં યાત્રીકો અને સ્વંયસેવકો માટે વીમા કવર માટે ત્રણ લાખ રૂપિયાથી વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે.

ત્રણ લાખ રૂપિયાથી વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી

દૈનિક યાત્રિકોની સંખ્યા 7500થી વધારે 10 હજાર કરવામાં આવી છે. પાંચથી વધારે યાત્રિકોના જૂથને રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી છે. પરમિટ કાર્ડના રંગોને આધારે દિવસ અને તિથિના હિસાબે બાબા બર્ફાનીના દર્શનનો લ્હાવો મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33