Last Updated on April 1, 2021 by
ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના ક્રેશ થવા પાછળ એલિયન્સ જવાબદાર હતા. આ રિપોર્ટ બાદ ઇન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ISRO) દંગ રહી ગયું હતું અને તેના પ્રવક્તાએ તે સ્પષ્ટતા પણ કરી હતી કે આ બાબતો સામે આવ્યા બાદ વધુ અભ્યાસ હાથ ધરવામાં આવશે.
ચંદ્ર પર એલિયન બન્યા દુશ્મન?
આ અભ્યાસનો હિસ્સો રહેલા રિસર્ચર્સે જણાવ્યું કે, ચંદ્રયાન-2 મિશન 6 સપ્ટેમ્બર 2019 સુધી તેના પ્લાન મુજબ જ આગળ વધી રહ્યું હતું. 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા જઇ રહ્યું હતું ત્યાં જ આ પ્રયાસ નિષ્ફળ થઇ ગયો અને તે ચંદ્રની સપાટી પર તૂટી પડ્યું. હાર્ડ લેન્ડિંગ અને ચંદ્રયાન તૂટી પડવા પાછળ ટેક્નીકલ કારણ હોઇ શકે તેમ તે સમયે ISROએ જણાવ્યું હતું.
જો કે નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે આ મામલે ISRO ખોટુ હતુ. નવા અભ્યાસ મુજબ, ચંદ્રની ડાર્ક સાઇડ પર રહેતા એલિયન્સે પહેલાં જ ચંદ્રયાન-2ના આગમનને જોઇ લીધું હોય અને તેમણે લેસર હથિયાર વડે તેને તોડી પાડ્યું હોય.
‘અમારુ એનાલિસિસ જણાવે છે કે ચંદ્રયાન-2નું ફેઇલિયર ટેક્નિકલ કારણોસર થયું ન હતું. તેની પાછળ એલિયન્સ જવાબદાર છે. અમારી પાસે આ થિયરીને સાબિત કરતા પુરાવા પણ છે અને અમે તેને જલ્દી જ દેશના માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરીશું ‘ તેમ આ સ્ટડીના લીડ ઓથર આર્થર નારાયણને જણાવ્યું હતું.
Artemis મિશન પણ મુશ્કેલીમાં
આ નવો સ્ટડી રિપોર્ટ ત્યારે સામે આવ્યો છે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ચંદ્ર પર માનવ સહિતનાં Artemis મિશનની તૈયારી કરી રહ્યું છે. જો કે આ અભ્યાસ હાથ ધરનાર ભારતીય રિસર્ચર્સે નાસાને વધુ વિગતો સાથેનો મેસેજ મોકલ્યો છે. આર્થર નારાયણને તેમ જણાવ્યું કે જો આગામી તપાસમાં ચંદ્ર પર એલિયન હોવાનું સામે આવ્યું તો યુનાઇટેડ સ્ટેટ્સે મોટા વિનાશનો સામનો કરવો પડશે.
આર્થર નારાયણને જણાવ્યાં મુજબ, ચંદ્ર પર રહેતા એલિયન ખૂબ જ એડવાન્સ છે અને તેઓ લેસર ગન્સ, ન્યુક્લિઅપ બોમ્બ અને અનેક કિલર મશીન જેવા એડવાન્સ હથિયારો ધરાવે છે તેથી યુનાઇટેડ સ્ટેટ્સનું Artemis મિશન આત્મઘાતી સાબિત થઇ શકે છે.
નોંધ: આ લેખ કાલ્પનિક છે અને આજે 1 એપ્રિલે April Fools’ Day હોવાથી આ લેખ માત્ર હાસ્યના હેતુથી લખવામાં આવેલ છે. તેથી વાંચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વાસ્તવિક ઘટનાઓ સાથે ભ્રમિત ન થાય.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31