GSTV
Gujarat Government Advertisement

ઐતિહાસિક દિવસ : પહેલી વખત ભારતીય સેનામાં સામેલ થશે 101 મહિલા સૈનિક ટુકડી

Last Updated on April 1, 2021 by

ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય 2017માં લેવાયો હતો.એ પછી ડિસેમ્બર 2019માં 101 મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી.હાલમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.આ ટ્રેનિંગની શરુઆત જાન્યુઆરીમાં થઈ હતી.કુલ 61 વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે.

ભારતીય સેના

હાલમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરુઆત 1992માં થઈ હતી.તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ તેમને સેનામાં એન્ટ્રી મળતી હોવાથી તે માત્ર લેફટેનન્ટ કર્નલના પદ સુધી જ પ્રમોટ થઈ શકતી હતી.હવે ઓફિસર સિવાયની પોસ્ટ માટે મહિલાઓને પહેલી વખત સેનામાં સામેલ કરવામાં આવી છે.

ભારતીય સેના 2030 સુધીમાં 1700 મહિલા સૈનિકોને સેનામાં મિલિટરી પોલીસ તરીકે સામેલ કરવા માંગે છે.બીજી તરફ 2019માં સેનાએ મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન આપવાનુ પણ એલાન કર્યુ હતુ.આ નિર્ણયના કારણે હવે મહિલા અધિકારીઓ કર્નલ, બ્રિગેડિયર કે જનરલ રેન્કના હોદ્દા સુધી પહોંચવા માટે પણ લાયક બનશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33