Last Updated on April 1, 2021 by
અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વજનોને લેવા-મૂકવા કે પછી મુસાફરી બાદ પ્રી-પેઈજ ટેક્સી ભાડે કરવા માંગતા હશો તો 1 એપ્રિલ-ગુરુવારથી બમણો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. વાત એમ છે કે અમદાવાદ એરપોર્ટનું મેનેજમેન્ટ કરતી અદાણી કંપનીએ પાર્કિંગ ચાર્જમાં બે કલાક સુધી રૂ 80થી વધારીને સીધા 150 કરી દીધા છે. એટલુંજ નહી ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્રી પાર્કિંગની સમય મર્યાદા માત્ર 5 મિનિટ કરી દેવામાં આવી છે, જે કોઈપણ કારણે શક્ય નથી.
એરપોર્ટ પર ફ્રી પાર્કિંગની સમય મર્યાદા માત્ર 5 મિનિટ
આમ લિટર પેટ્રોલ કરતાં પણ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ 30 મિનિટ માટે વધુ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પાર્કિંગ ચાર્જ બમણો કરતાં આગમી સમયમાં ભારે વિવાદ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વજનોને લેવા મૂકવા માટે આવતા સ્વજનોને પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પાંચ મિનિટમાં તમારી કાર બહાર નહી નિકળે તો તમારે 90 રૂપિયા ચૂકવવા પડશે.
અમદાવાદ એરપોર્ટમાં નવા પાર્કિંગ રેટ
વાહન | 30 મિનિટ સુધી | 2 કલાક સુધી | પ્રતિ 2 કલાકે વધારો | 24 કલાક સુધી |
કોચ/ બસ | રૂ.500 | રૂ. 800 | રૂ. 200 | રૂ. 3,000 |
ટેમ્પો/મિની બસ | રૂ. 300 | રૂ. 500 | રૂ. 125 | રૂ. 1,875 |
પ્રાઈવેટ કાર/એસયુવી | રૂ. 90 | રૂ. 150 | રૂ. 40 | રૂ. 590 |
કોમર્શિયલ કાર | રૂ. 990 | રૂ. 150 | રૂ. 40 | રૂ. 590 |
ટુ વ્હિલર | રૂ. 30 | રૂ. 80 | રૂ. 10 | રૂ. 190 |
પાંચ મિનિટમાં તમારી કાર બહાર નહી નિકળે તો તમારે 90 રૂપિયા ચૂકવવા પડશે
જે પહેલા આસમય મર્યાદા 10થી 12 મિનિટ હતી. તે પણ કોમર્શિયલ કાર એટલે કે ઓલા-ઉબર માટે હતી. એરપોર્ટ પર આ સમય મર્યાદા પાંચ મિનિટ કરતા અગાઉ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે આ નીતિ અદાણીએ અપનાવી મર્યાદા પાંચ મિનિટ કરી દેતા ભારે રોષ વ્યાપ્યો છે. અને મુસાફરોને 90 રૂપિયા ભરવા મજબુર બન્યા છે.
કોન્ટ્રાક પણ જીસેક કંપનીને સોંપવામાં આવ્યો
જે આગમી 30 મિનિટ સુદી વેલીડ રહેશે. એરપોર્ટમાં થઈ રહેલી ચર્ચા અનુસાર પાર્કિંગનો કોન્ટ્રાક પણ જીસેક કંપનીને સોંપવામાં આવ્યો છે. જે અદાણીના પારિવારીક સંબધ હોવાનું મનાય છે, અદાણીએ આ કોન્ટ્રોકમાં પણ સગાવાદ અપનાવ્યો છે. આમ પેસન્જર સહિત તમામ પ્રકારના કર્મચારીઓએ પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે ચારેબાજુ પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવાશે.
અમદાવાદ એરપોર્ટ પર વિવિધ ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરતા કસ્ટમ, ઈમિગ્રેશન, સીઆઈએસએફના કર્મચારીઓ અને વિવિદ એરલાઈનના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓને પણ ટુ વ્હીલરના 250 500 અને ફોર વ્હિલરની 500 રૂપિયા ચૂકવવા પડશે, જે અત્યાર સુધી સ્ટાફ માટે પાર્કિંગ તદન મફત હતુ.ં આ ઉપરાંત એરપોર્ટ પર પ્રવાસીઓ જો પ્રીપેડ ટેક્સી બુક કરાવશે તો પણ તેમને હવે વધારે ભાડું ચુકવવું પડશે.
સ્ટાફે પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે
બીજી તરફ અદાણીએ ક્રિકેટ ટેક્સી ચાલકો પર પણ હવે સર્વિસ ચાર્જ વધારી દીધો છે, ઓથોરિટી અત્યાર સુધી પર ટ્રીપે 120 રૂપિયા અને 30 રૂપિયા એસોસીએશન સર્વિસ ચાર્જ મળીને 150 રૂપિયા ચાર્જ લેતા હતા. પરંતુ હવે તેમાં અદાણીએ સીધો 55 રૂપિયાનો વધારો કરી દીધો છે, એટલેકે અદાણીને પર ટ્રીપે 175 રૂપિયા અને 30 રૂપિયા એસોશિયેશન ચાર્જ મળીને હવે 205 રૂપિયા ચૂકવવા પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31