GSTV
Gujarat Government Advertisement

તમિલનાડુની ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક.. જાણીતા એક્ટર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

Last Updated on April 1, 2021 by

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડસની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, છેલ્લા પાંચ દશકોથી રજનીકાંત સિનેમાની દુનિયામાં રાજ કરી રહ્યાં છે. અને લોકોનુ મનોરંજન કરી રહ્યા છે. આજ કારણ છે કે, આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

તમિલનાડુની ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક

પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદા સાહેબ ફાળકે અવોર્ડનું એલાન કર્યુ. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે અવોર્ડ એનાયત કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, અમને ખુશી છે કે દેશના તમામ ભાગોમાં ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમયે સમયે દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો છે.

ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમયે સમયે દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો

આજે આ વર્ષનો દાદા સાહેબ ફાળકે અવોર્ડ મહાન નાયક રજનીકાંતને ઘોષિત કરતાં અમને ખૂબ જ ખુશી થઇ રહી છે. રજનીકાંત ગત 5 દશકથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યાં છે અને લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યૂરીએ રજનીકાંતને આ અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે આ સિલેક્શન જ્યૂરીએ કર્યુ છે. આ જ્યૂરીમાં આશા ભોસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘઇ આ પાંચેય જ્યૂરીએ બેઠક કરીને એક મતથી મહાનાયક રજનીકાંતને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાની ભલામણ કરી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33