Last Updated on April 1, 2021 by
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૧ રજૂ કરવામાં આવ્યો હતો. ૪૦૫ પાનાંના રિપોર્ટ પ્રમાણે સ્ત્રીઓને સમાન તક આપવામાં ભારત ઘણો પછાત દેશ છે. ભારત કરતાં તો એશિયામાં બાંગ્લાદેશની સ્થિતિ સારી છે. જેન્ડર ગેપ એટલે કે સ્ત્રીઓ અને પુરુષોને મળતી વિવિધ પ્રકારની તકો વચ્ચેનો ગેપ. ૧૫૬ દેશોના લિસ્ટમાં ભારત ૧૪૦મા નંબરે છે. ૨૦૨૦ના રિપોર્ટમાં ભારત ૧૫૩ દેશોમાં ૧૧૨મા ક્રમે હતો. એટલે કે ભારતનુ રેન્કિંગ ૨૮ પોઈન્ટ ડાઉન થયું છે.
સમાનતા માટે રિપોર્ટમાં મુખ્યત્વે ચાર મુદ્દા ધ્યાને લેવાયા હતા. આર્થિક પ્રવૃત્તિમાં મહિલાઓની ભાગીદારી, શિક્ષણની સુવિધા-તકો, આરોગ્ય સવલતો અને રાજકારણમાં મહિલાઓને તકો. આ ચારેય મુદ્દે ભારતની સ્થિતિ બદતર છે. આ ચારેય ક્ષેત્રમાં સુવિધા આપવાની વાત આવે ત્યારે મહિલા-યુવતીઓને સમાન તકો મળતી નથી.
આઈસલેન્ડ ૧૨મી વખત આ લિસ્ટમાં પ્રથમ ક્રમે એટલે કે મહિલાઓને સૌથી વધારે સમાન તક આપનારો દેશ સાબિત થયો હતો. તો વળી ટોપ-૧૦માં આફ્રિકાના બે દેશોનો પણ સમાવેશ થયો હતો.
એશિયામાં બાંગ્લાદેશ બેસ્ટ પર્ફોર્મર દેશ સાબિત થયો છે. ભારતમાં જેન્ડર ગેપ ૬૨.૫ ટકા છે. એટલે કે પુરુષોને જે તકો મળે છે, તેના પ્રમાણમાં સ્ત્રીઓને ૬૨.૫ ટકા ઓછી તકો મળે છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં મહિલા મંત્રીઓનું પ્રમાણ આગલા વર્ષે ૨૩.૧ ટકા હતું એ ઘટીને ૯.૧ ટકા થયું છે. તો સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ માંડ ૧૪.૪ ટકા જ છે. પ્રોફેશનલ અને ટેકનિકલ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી ૨૯.૨ ટકા સુધી ઘટી ગઈ છે. ભારતમાં મહિલાઓની સરેરાશ આવક પુરુષના પ્રમાણમાં માંડ પાંચમા ભાગની છે. એટલે સૌથી ઓછી આવક આપનારા છેલ્લા દસ દેશોમાં ભારતનો સમાવેશ થયો છે.
મહિલાઓને સૌથી વધુ સમાનતા આપનારા દસ દેશો
- આઈસલેન્ડ
- ફિનલેન્ડ
- નોર્વે
- ન્યૂઝિલેન્ડ
- સ્વીડન
- નામિબિયા
- રવાન્ડા
- લિથુઆનિઆ
- આર્યલેન્ડ
- સ્વિત્ઝરલેન્ડ
પડોશી દેશોની સ્થિતિ
બાંગ્લાદેશ | ૬૫ |
નેપાળ | ૧૦૬ |
શ્રીલંકા | ૧૧૬ |
ભુતાન | ૧૩૦ |
પાકિસ્તાન | ૧૫૩ |
અફઘાનિસ્તાન | ૧૫૬ |
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31