GSTV
Gujarat Government Advertisement

આકરો ઉનાળો: ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર/ હિટવેવ ઘાતક નીવડી શકે!, તાપમાન તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા

Last Updated on April 1, 2021 by

ભારતીય હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન તાપમાન અનેક વિક્રમો સર્જશે. તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમીના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.

દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો

દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો

આઈએમડીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી વરતાશે. દેશમાં ગરમીની અત્યારથી જ શરૃઆત થઈ છે અને કેટલાક સ્થળોએ તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે

હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૃઆત એપ્રિલની ૩જી તારખથી થશે. હિટવેવ ભારતમાં જીવલેણ નીવડે છે અને દર વર્ષે તેનાથી અનેક લોકો મૃત્યુ પામે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતથી હરિયાણા સુધીના પટ્ટામાં હિટવેવથી ધરતી તપી ઉઠશે. એ લોકો માટે આકરી સ્થિતિ પેદા કરશે.

આકરી સ્થિતિ પેદા કરશે

દરમિયાન ૨૦૧૦ પછી માર્ચ મહિનો દિલ્હી માટે સૌથી ગરમ સાબિત થયો છે. માર્ચ દરમિયાન દિલ્હીમાં સરેરાશ તાપમાન ૩૩.૧ ડીગ્રી નોંધાયુ હતું. તો વળી સોમવારે તો દિલ્હીનું તાપમાન ૪૦.૧ ડીગ્રી હતું. છેલ્લા ૭૬ વર્ષમાં કોઈ પણ માર્ચ મહિના દરમિયાન નોંધાયેલુ એ સૌથી ઊંચુ તાપમાન હતું. દિલ્હીમાં માર્ચ ૨૦૧૦માં ૩૪.૧ ડીગ્રી સરેરાશ તાપમાન નોંધાયુ હતું.

નવેમ્બર

ભારતનો પૂર્વ ભાગ, ઉત્તર ભાગ અને મધ્ય ભાગ દર વર્ષે ઉનાળામાં ભારે ગરમી અને હિટવેવનો સામનો કરે છે. લગાતાર કપાતા વૃક્ષો, ઔદ્યોગિક પ્રદૂષણ, શહેરીકરણના નામે આડેધડ બાંધકામ, હવાની અવર-જવર માટે ઓછી જગ્યા વગેરેને કારણે દરેક ઋતુ વધારે ઘાતક બની રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33