Last Updated on April 1, 2021 by
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ હવે દિલ્હી કુચની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ મે મહિનાના સંસદ તરફ પગપાળા એક માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. અને તેની આગેવાની મહિલાઓ કરશે. દિલ્હીની જેટલી પણ બોર્ડર છે ત્યાંથી ખેડૂત મહિલાઓની અગેવાનીમાં આ માર્ચ કાઢવામાં આવશે.
દિલ્હીની બોર્ડરેથી એક જ સમયે શરૂ થનારી આ માર્ચ સંસદ તરફ રવાના થશે. કુંડલી બોર્ડર પર ખેડૂત નેતાઓની એક બેઠક યોજાઇ હતી જેમાં આંદોલનકારીઓએ આ નિર્ણય લીધો હતો અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. કિસાન મોર્ચાના નેતાઓએ કહ્યું કે ૧૦મી એપ્રીલે કેએમપી એક્સપ્રેસ વેને ૨૪ કલાક માટે જામ કરી દેવામાં આવશે. તે પહેલા પાંચમી એપ્રીલે એફસીઆઇના દેશભરમાં ૭૩૬ જિલ્લાઓમાં કાર્યાલયની બહાર જ સવારે ૧૧ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પ્રદર્શન કરવામાં આવશે.
સાથે જ આંદોલનકારીઓએ આંબેડકર જયંતી અને બૈસાખીને દિલ્હીમાં ચાલી રહેલા ધરણાના સ્થળે જ ઉજવવાનું નક્કી કર્યું છે. ખેડૂતો આંબેડકર જયંતીએ બંધારણ બચાવો દિવસ મનાવશે. આ જ કાર્યક્રમ અંતર્ગત પહેલી મેના રોજ મજદૂર દિન મનાવવામાં આવશે. જે બાદ સંસદ તરફ કુચ માટેની તારીખ નક્કી કરીને પગપાળા જ માર્ચ કાઢવામાં આવશે.
સંસદ કૂચના આંદોલનની આગેવાની મહિલાઓ કરશે, જેમાં દલિતો, બહુજન, બેરોજગાર યુવાનો અને દરેક સમાજના દરેક લોકોને સામેલ કરવામાં આવશે. આ આંદોલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી લોકો પોતાના વાહનો સાથે દિલ્હીની બોર્ડરો પર પહોંચશે, જ્યાંથી બાદમાં પગપાળા જ સંસદ કૂચમાં સામેલ થશે.
દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતોના આંદોલન મામલે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેણે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોપ્યો છે. આ કમિટીને ત્રણેય કૃષિ કાયદાનો અભ્યાસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, સાથે ખેડૂતોની સાથે વાતચીત પણ કરવાની કામગીરી સોપવામાં આવી હતી. આ માટે કમિટીને બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જે પૂર્ણ થતા પોતાનો રિપોર્ટ કોર્ટને સોપવામાં આવ્યો છે. તેથી હવે આગામી નિર્ણય સુપ્રીમ કોર્ટના હાથમાં રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31