GSTV
Gujarat Government Advertisement

BIG NEWS/ સરકારે બચત યોજનાના દરમાં ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો, જુના દર યથાવત રહેશે

બચત

Last Updated on April 1, 2021 by

સરકારે બચત યોજનાઓના વ્યાજ દરના ઘટાડાના નિર્ણયને પરત ખેંચ્યો. નાની બચતો પર જુના દર યથાવત રહેશે. નાની બચત યોજનાઓને લઇ બુઘવારના રોજ સરકારે વ્યાજદરને લઇ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘નાની બચતો પર પણ વાર્ષિક વ્યાજ દર 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. પર્સનલ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે, PPF ના વ્યાજ દર પણ 7.1થી ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યો છે. એક વર્ષના ગાળા પર જમા વ્યાજ દરને 5.5 % થી ઓછો કરીને 4.4% કરી દેવામાં આવ્યો છે. આ જ ક્રમમાં સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજ દર 7.4 % થી ઘટાડીને 6.5% કરી દીધો છે. જો કે આ નિર્ણય સરકારે પરત ખેંચ્યો છે.

નાણામંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી

નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડોનો નિર્ણય સરકારે પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડોનો નિર્ણય સરકારે પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, ‘ભારત સરકાર નાની બચત યોજના પર વ્યાજ દર પહેલા જેવી યથાવત રહેશે. જે 2020-21ની અંતિમ ત્રિમાહીમાં હતી એટલે માર્ચ 2021 વાળા દરો લાગુ રહેશે.’

ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટર માટે પીપીએફ અને એનએસસી સહીત નાની બચત યોજનાઓ પર વ્યાજ ડ્રોમાં કોઈ ફેરફાર નથી કર્યો. કર્મચારી ભવિષ્ય નિધિ (પીપીએફ) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) માટે વાર્ષિક વ્યાજદર ક્રમશઃ 7.1 અને 6.8 ટકા પર સ્થિત રાખ્યો છે. નાની બચત યોજનાઓ માટે વ્યાજદરોને નાણાં મંત્રાલય દ્વારા ક્વાર્ટરના આધારે અધિસૂચિત કરવામાં આવે છે.

જૂની વ્યાજ દરો યથાવત રહેશે

PPF ના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો જે હવે 7.1 ટકાના વાર્ષિક દરથી યથાવત રહશે. આ રીતે 5 વર્ષની નેશનલ સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરમાં 90 બેસિક પોઈન્ટનો ઘટાડો કરાયો છે. પરંતુ તે પણ 6.8 પર યાથવત રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

PPF સિવાય કિસાન વિકાસ પત્ર અને બાલિકાના શિક્ષણ તેમજ તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ યથાવત છે. જેને હવે ઘટાડીને 6.9 ટકા કરી દેવાયું હતું. અર્થાત તેમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો.

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજ દર

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજને પણ 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી દેવાયું હતું જેની હવે જૂની વ્યાજ દર યથાવત રહેશે. માસિક આવક એકાઉન્ટ પર પણ હવે 6.6 ટકાને બદલે 5.7 ટકા કરાયા હતા. જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકાને બદલે 5.9 ટકા વ્યાજ કરાયું હતું.

1 વર્ષની ટાઈમ ડિપોઝીટ

1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર અત્યાર સુધી 5.5 ટકા વ્યાજથી ઘટાડીને 4.4 ટકા કરી દેવાયું હતું. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટમાં હવે 5.5 ટકાને બદલે 5.0 ટકા, 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 5.5 ટકાને બદલે 5.1 ટકા અને 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.7 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ દર કરાયા હતા જે હવે જુના જ યથાવત રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33