Last Updated on April 1, 2021 by
મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી છે. દરરોજ કોરોના દરદીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં વિક્રમી વધારો નોંધાતા સરકાર ચિંતામાં પડી ગઇ છે. હવે લોકડાઉન ગમે તે ઘડી સરકાર મૂકશે. એવી શક્યતા વર્તાઇ રહી છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૩૯૫૪૪ કેસ નોંધાયા હતા અને ૨૨૭ દરદીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કોરોના ૨૩૬૦૦ દરદીને ડિસ્ચાર્જ આપ્યા હતા. અને આજ દિન સુધી ૩,૫૬,૨૪૩ કરોનાના એકટીવ કેસ નોંધાયા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
કોરોનાના નવા ૩૯૫૪૪ કેસ નોંધાયા હતા અને ૨૨૭ દરદીએ જીવ ગુમાવ્યો
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૮,૧૨૯૮૦ થઇ છે. મરણાંકની સંખ્યા વધીને ૫૪૬૪૯ થઇ છે. જ્યારે ૨૪,૦૦,૭૨૭ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૮૫.૩૪ ટકા છે.
રાજ્યમાં આજે દિન સુધી ૧,૯૭,૯૨,૧૪૩ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. જ્યારે ૧૭,૨૯,૮૧૬ દરદી હોમ કવોરન્ટીન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મુંબઇમાં કોરોનાના નવા ૫૩૯૪ કેસ નોંધાયા
મુંબઇમાં કોરોનાના નવા ૫૩૯૪ કેસ નોંધાયા હતા અને ૧૫ દરદીના મોત થયા હતા. આથી શહેરમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૧૪૭૧૪ થઇ છે. અમે મરણાંકની સંખ્યા ૧૧૬૮૬ થઇ છે. જ્યારે કોરોનાના ૩૧૩૦ દરદીને ડિસ્ચાર્જ કરાયા હતા. જેથી કરીને ૩૫૦૬૬૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા હતા. અને શહેરમાં કોરોના ૫૧૪૧૧ એકટીવ કેસ છે. જેઓ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31