Last Updated on April 1, 2021 by
ગુજરાતમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.આમ, આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ ૧ કલાકે ૯૮ નવા કેસ સામે આવે છે. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે.
કોરોના વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા તેમાં ૬૨૦ સાથે અમદાવાદ મોખરે છે. જેમાં અમદાવાદ શહેરમાં ૬૧૧-ગ્રામ્યમાં ૯ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૭૨,૬૨૦ છે જ્યારે એક્ટિવ કેસ ૨,૧૧૬ છે. સુરત શહેરમાં ૬૦૨-ગ્રામ્યમાં ૯ સાથે ૬૧૧ કેસ નોંધાયા છે. હાલ સુરતમાં એક્ટિવ કેસ ૩,૮૭૬ છે જ્યારે કુલ કેસનો આંક ૬૫,૦૫૭ છે. વડોદરા શહેરમાં ૨૯૦-ગ્રામ્યમાં ૫૧ સાથે ૩૪૧ જ્યારે રાજકોટ શહેરમાં ૧૭૨-ગ્રામ્યમાં ૩૬ સાથે ૨૦૮ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં ૬૧ સાથે જામનગર, ૪૯ સાથે ભાવનગર, ૪૭ સાથે ગાંધીનગર, ૨૬ સાથે પાટણ, ૨૨ સાથે મહેસાણા, ૨૦ સાથે ખેડા, ૧૯ સાથે મોરબી-નર્મદા,૧૮ સાથે કચ્છ-આણંદ-અમરેલી, ૧૬ સાથે જુનાગઢ-પંચમહાલ, ૧૪ સાથે મહીસાગર-ભરૃચનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
મહિનો | કેસ | મૃત્યુ |
સપ્ટેમ્બર | 40959 | 431 |
માર્ચ-૨૧ | 37809 | 109 |
નવેમ્બર | 36836 | 270 |
ઓક્ટોબર | 35550 | 266 |
ડિસેમ્બર | 35258 | 317 |
ઓગસ્ટ | 34997 | 581 |
ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨,૩૫૬-સુરતમાં ૧,૦૧૫-વડોદરામાં ૨૪૮-રાજકોટમાં ૨૦૭ છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧.૪૮% સાથે છઠ્ઠા સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૫૯૨, સુરતમાંથી ૭૦૪, વડોદરામાંથી ૧૮૫ અને રાજકોટમાંથી ૧૪૧ એમ રાજ્યભરમાંથી ૨,૦૦૪ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૯૦,૫૬૯ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૪.૪૩% છે. કોરોનાથી સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે. ગુજરાતમાં હાલ ૧,૨૦,૮૩૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
કોરોનાથી સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને
છેલ્લા ૨૪ કલાકમાં ૯૦,૪૯૧ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૧.૩૪ કરોડ છે. સૌથી વધુ ટેસ્ટ કરનારા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે. અત્યારસુધી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૩.૫૦ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હાલની પરિસ્થિતિમાં શહેરમાં એકટિવ કેસની સંખ્યા વધીને ૧૭૬૩ ઉપર પહોંચવા પામી
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ત્રણ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોના મોત થયા છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને નદીપારના વિસ્તારો ઉપરાંત શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર અને લાંભા સહિતના વિસ્તારોમાં ઝડપથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે.હાલની પરિસ્થિતિમાં શહેરમાં એકટિવ કેસની સંખ્યા વધીને ૧૭૬૩ ઉપર પહોંચવા પામી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31