Last Updated on March 31, 2021 by
અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોડેક્ટની કામગીરીને લઈને આવતીકાલે પહેલી એપ્રિલથી આગામી 48 કલાક માટે જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે સદંતર બંધ રાખવામાં આવશે અને સાથે બે મહિના 28 દિવસ માટે શ્રેયસ બ્રિજને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.
અમદાવાદમાં મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું હોવાના કારણે આવતીકાલથી જીવરાજ બ્રિજ અને શ્રેયસ બ્રિજ બંધ રાખાવમાં આવશે. જો કે, શ્યામલ જવા માટે લોકોએ બળીયાદેવ મંદિરના ચાર રસ્તાથી જમણી બાજુએ વળી વસ્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કુલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ ઉપર જીવરાજબ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર તેજસ પટેલ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને આ વૈકલ્પિક રૂટ તથા બ્રિજની કામગીરી અંગે જાહેરાત અપાઈ હતી. ઉપરાંત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-વ્હીકલ પાર્કિંગ’ ઝોન રહેશે તેવી પણ માહિતી આ પ્રેસનોટમાં અપાઈ હતી.
ઉપરાંત શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમાઈ માર્ગ પર સીધા માણેકબાગ ચાર રસ્તાથી જમણીબાજુએ વળીને શ્રેયસ બ્રિજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ ડો. સી.વી રામન માર્ગથી સ્વ. હરેનભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા ઉદ્યાનથી જમણીબાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણીબાજુ વળી સીધા જ જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા તો ધરણીધર ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને બ્રિજને સમાંચર સર્વિસ રોડ ઉપરથી જયદીપ ટાવર સામેના ચાર રસ્તાથી ડાબી બાજુએ વળીને જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, હાલ નેહરુબ્રિજનું સમારકામ ચાલતુ હોવાના કારણે તેને પણ બંધ રાખવામાં આવ્યો છે. જો કે, નેહરુબ્રિજ બંધ થવાના કારણે અન્ય બ્રિજો પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામના કારણે લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. ગાંધી બ્રિજ અને એલિસ બ્રિજ સિવાય અન્ય પુલો પર પણ વાહનોની સંખ્યામાં વધારો થયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31