Last Updated on March 31, 2021 by
ગુજરાતમાં હવે સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાના કેસો વધતાં ફફડાટ મચ્યો છે ત્યારે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીને કોરોના થશે તો તેને 10 દિવસની રજા મળી રહેશે. કોઈ કર્મચારીની રજા જમા ના હોય તો ખાસ રજા તરીકે મંજૂરી અપાશે. આમ કોરોના પોઝિટીવ આવતા સરકારી કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોનાથી સંક્રમિત બની ગયા છે. મહત્વનું છેકે સચિવાલયમાં ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હતો. એક જ દિવસમાં 30 કર્મચારીઓને કોરોના થયો છે. સચિવાલયના ટેસ્ટીંગ સેન્ટરમાં આ સમગ્ર હકીકત સામે આવી છે. એક જ દિવસમાં સચિવાલય ખાતે કુલ 132 કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા છે. સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતાં કર્મચારીઓમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે.
સરકારી કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય
- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.
- આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે.
- મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે.
- આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.
આઇઆઇએમ ઇન્સ્ટીટ્યૂટ બન્યું કોરોનાનું એપી સેન્ટર
અમદાવાદની આઇઆઇએમ ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. આઇઆઇએમ અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને વધુ 16 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આઇઆઇએમમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 191 પર પહોંચી છે. 86 વિદ્યાર્થી, 4 ફેકલ્ટી અને 60 સ્ટાફ સભ્યો અને 41 અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા સોમવારના રોજ પણ આઇઆઇએમના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આઇઆઇએમમાં 28 માર્ચના રોજ 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કે 27 માર્ચના રોજ 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને નેવે મુકી બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આવું કઈક મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં બન્યુ. સામાન્ય સભા દરમ્યાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ. જોકે, અહીં આવેલા તમામ લોકો સોશિયલ ડિસ્ટંસ ભૂલી ગયા. આવી બીજી ઘટના પાલિતાણામાં બની.. અહીં પાલીતાણા એપીએમસીની ચૂંટણીમાં તમામ 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા બનતા જીતની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવ્યા. તો આ તરફ રાજકોટની મધ્યસ્થ જેલ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોનાની રસી આપવામાં આવી.
ત્યારે વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. મળતી માહિતી પ્રમાણે જીઆઈડીસીમાં 300થી 400 લોકો પોઝિટિવ હોવાની આશંકા છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની હોસ્ટેલમાં તાત્કાલિક ધોરણે આઇસોલેસન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેથી યુનિવર્સિટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં વધુ નવા 2360 કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે આજ રોજ વધુ નવા કેસોનો આંક 2300 ને પાર થઇ ગયો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.
કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે કે, કોરોનાને કારણે સ્થિતિ ગત અમુક દિવસોમાં સતત બગડતી જોવા મળી છે, જે ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ પર ધ્યાન આપવા કહ્યું. આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યામાં વધારો કરી પોઝિટિવ આવતા લોકોને ક્વારેન્ટાઈન કરી સંપર્કમાં આવનારાઓની તપાસ કરવા આદેશ કહ્યું છે.
દેશમાં યુકે વેરિએન્ટના અત્યારસુધી 807 કેસ : રાજેશ ભૂષણ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ‘પંજાબનો પોઝિટિવિટી રેટ લગભગ 9 ટકા છે, જેનો અર્થ પૂરતા પ્રમાણમાં ટેસ્ટ નથી કરી રહ્યાં. જે કોરોના પોઝિટિવ છે તેમની તમે ઓળખ કે આઈસોલેટ કરવાના નિર્ણયો નથી લઈ શકતા. દેશમાં યુકે વેરિએન્ટના અત્યારસુધી 807, દક્ષિણ આફ્રિકન વેરિએન્ટના 47 અને બ્રાઝિલ વેરિએન્ટનો 1 કેસ મળી ચૂક્યા છે.’
નીતિ આયોગના વીકે પૉલે જણાવ્યું કે,‘10 જીલ્લામાં સ્થિતિ ઘણી ગંભીર છે, તેમાંથી 8 મહારાષ્ટ્રના છે. આ તમામ જીલ્લાઓ સમગ્ર દેશ માટે જોખમ બની શકે છે. સંક્રમણ ફેલાતા અટકાવવું અને જીવ બચાવવાનો પ્રયાસ કરવાની જરૂર છે.’
કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર
દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લાં અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. મુંબઈમાં છેલ્લા 49 દિવસોમાં 91 હજાર કોરોના નવા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 80 ટકાથી વધુ એટલે 74 હજાર કેસમાં લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા. જ્યારે 17 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જે લોકો કોરોના પોઝિટિવ છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યાં તેમને પણ કોરોના પોઝિટિવનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. જો આવા લોકો સાર્વજનિક સ્થળોએ લોકોને મળે છે તો તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31