GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોના રોકેટની રફ્તારે, આજ રોજ વધુ નવા કેસનો આંક 2300ને પાર, અમદાવાદીઓ અને સુરતીઓ ચેતજો

Last Updated on March 31, 2021 by

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે આજ રોજ વધુ નવા કેસોનો આંક 2300 ને પાર થઇ ગયો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 12,610 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 152 દર્દીઓ છે જ્યારે 12,458 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,90,569 છે તો કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 9 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3 અને વડોદરામાં 1 અને ખેડા અને મહીસાગરમાં પણ 1-1 દર્દીઓ એમ કુલ 9 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

May be an image of 1 person and text that says "GSTV FA ગુજરાતમાં કોરોનાની જેટ ગતિ: આજે નવો રેકોર્ડ, ૨૩૬૦ કેસ નોંધાયા રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં ઘટી રહ્યાં નથી કેસો, હોસ્પિટલોમાં બેડ થઈ રહ્યાં છે ફૂલ હવે રેમિડેસિવર ઈન્જેક્શનની અછત શરે થઈ, સરકારનું વેક્સિનેશન પર પ્રાધાન્ય પણ કેસો ન ઘટતાં સ્થિતિ બનતી જાય છે ગંભીર, અમદાવાદમાં આજે २૦ અને સુરતમાં ૭૪૪ કેસ gstv.in"
May be an image of text

સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ

અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જ  સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ જેટલા કેસ દાખલ છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદ સિવિલમાં 123 દર્દીઓ દાખલ થયા .ત્યારે જો આગામી દિવસોમાં  1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને અન્યત્ર ક્યાં રાખવા તેનો વિકલ્પ શું તે પણ તંત્ર માટે મોટો સવાલ છે.

જાણો રાજ્યમાં ક્યાં કેટલાં કેસ?

4 થી 5 દિવસમા 1200 બેડ હોસ્પિટલ ફૂલ થઇ શકે

  • ગઈ કાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 123 દર્દીઓ દાખલ થયા છે
  • હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 493 દર્દીઓ સારવાર હેઠળ છે
  • હવે માત્ર 420 જેટલા બેડ ખાલી છે જેમાં દરરોજ 125 થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે
  • 1200 બેડ હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓ ને પણ પડશે મોટી હાલાકી

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33