GSTV
Gujarat Government Advertisement

સાબરકાંઠા: ચણાની ખરીદ પ્રક્રિયાથી ખેડૂતોને અસંતોષ, ખરીદીનો સમય વધારવા કરી માંગ

Last Updated on March 31, 2021 by

સાબરકાંઠા જીલ્લામાં ચણાની ખરીદીના અંતીમ દિવસે હજુ 50 ટકા જેટલી જ ખરીદી થઈ છે તો કેટલાક ખેડુતોનો પાક તો હજુ ખેતરમાં છે જેને લઈને ખેડુતોની માંગ ઉઠી છે કે ચણાની ખરીદીનો સમય લંબાવવામાં આવે તો ખેડુતોને ફાયદો થઈ શકે તેમ છે.

સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં 2590 જેટલા ખેડુતોએ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તો સરકારે 50 મણ જેટલા ચણાની ખરીદી કરવાની શરૂઆત કરી છે અને 31 માર્ચે ચણાની ખરીદીના અંતીમ દિવસે જીલ્લાભરમાંથી અત્યાર સુધી 1423 ખેડુતોએ જ ચણાનુ વેચાણ કર્યુ છે.

આમ તો ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવે વેચવા જતા વધુ ભાવ મળે છે જેથી ખેડુતો ઓપન માર્કેટમાં ચણાનું વેચાણ કરવા માટે આવે છે પરંતુ ખેડુતોના 50 મણ જેટલા જ ચણા ટેકાના ભાવે ખરીદાય છે અને બાકીના વધેલા ચણા ખેડુતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. આમ તો 30 તારીખથી રાત્રિથી જ ટ્રેકટર લઈને ઉભા રહ્યા. સરકાર પહેલા જે રીતે ચણાની ખરીદી કરતી હતી તે રીતે આ વર્ષે પણ ખરીદી કરે તેવી ખેડુતોની માંગ છે.

કેટલાક ખેડુતોના ચણા હાલ તો ખેતરમાં છે તો આ ઉપરાંત કેટલાક ચણા સાફ થઈ રહ્યા છે તો ખેડુતોએ આજે ઉગ્ર માંગ કરી હતી કે ચણાની ખરીદી માટે હજુ પણ 15 દિવસ લંબાવવામાં આવે. કારણકે ઘઉ, બટાકામાં મજુરો વ્યસ્ત હતા તો હવે ચણામાં મજુર મળ્યા છે જેના કારણે ખરીદીનો સમય લંબાવવાની માંગ ઉઠી છે.

એક બાજુ આ વખતે રજીસ્ટ્રેશન વહેલા થઈ ગયુ હતુ પરંતુ ચણા ખેતરમાં જ ઉભા હતા હવે જ્યારે ચણા તૈયાર છે ત્યારે ખરીદી પુર્ણ થવા આવી છે જો સરકાર આ બે માંગણીઓ ખેડુતોની સ્વીકારે તો ચોક્કસ પણ ખેડુતોને કરેલ મહેનતનુ ફળ મળી શકે તેમ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33