Last Updated on March 31, 2021 by
કેન્દ્ર સરકારે 30 માર્ચે એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરી છે. જેમાં વાહન સ્ક્રેપિંગ સર્ટિફિકેટ સાથે ખરીદવામાં આવેલા તમામ વાહનો માટે મોટર વાહન ટેક્સ પર 25% સુધી રાહત આપે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જારી ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, વાહનના સ્ક્રેપિંગ સર્ટિફિકેટ સાથે ખરીદવામાં આવેલ ખાનગી વાહનને મોટર વાહન ટેક્સ પર 25% છૂટ આપવામાં આવે છે, જયારે કમર્શિયલ વાહનો પર 15% છૂટ આપવામાં આવશે. સરકાર મુજબ કમર્શિયલ વાહનો માટે આ ટેક્સ છૂટ આઠ વર્ષ માટે હશે, જયારે ખાનગી વાહનો પર છૂટ રજીસ્ટ્રેશનની તારીખ 15 વર્ષના સમયગાળા માટે છે.
સરકાર 30 દિવસના સમયગાળા માટે આ વિષય પર વિભિન્ન હિતધારકો માટે સલાહ માંગી છે. નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવાની સંભાવના છે. સરાકરે કહ્યું કે વાહન માલિકને 15 વર્ષથી વધુ જુના વાહનોના સ્ક્રેપ કરવાના સર્ટિફિકેટ જારી કરવામાં આવશે.
જુના વાહનોએ આપવા પડશે ફિટનેસ ટેસ્ટ
આ કેશ ફોર ક્લચ યોજનાનો ઉલ્લેખ 1 ફેબ્રુઆરીના બજેટમાં કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે વિગતો આપવામાં આવી ન હતી. વાહન સ્ક્રેપેજ પોલિસી(Vehicle Scrappage Policy) અંતર્ગત રસ્તાઓ પરથી જૂની કારોને હટાવવા પર ભાર મૂકવાનો મતલબ છે કે 20 વર્ષથી વધુ જુના અને 15 વર્ષથી વધુ જુના કમર્શિયલ વાહનોએ ફિટનેસથી પસાર થવું પડશે. જો ફિટનેસ સર્ટિફિકેટ ચાલુ રાખવામાં આવતું નથી, તો તે વાહન નિષ્કિય કરવામાં આવશે.
15 વર્ષથી વધુ જૂની કારો માટે ફીટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે પણ વધુ ખર્ચ થશે સાથે જ વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાહનો 15 વર્ષ પછી આપમેળે ડી-રજીસ્ટર થઇ જશે. આ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટને જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલના આધારે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર રાજ્યો અને પ્રાઇવેટ પ્લાયર્સ સાથે મળીને કામ કરશે.
વાહન સ્ક્રેપ પોલિસીથી પર્યાવરણમાં તો સુધારો થશે જ સાથે ઓટો સેક્ટરને પણ મોટો ફાયદો થશે. કાર ઉત્પાદકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે મહામારી દરમિયાન ઉદ્યોગમાં આવતા ઘટાડાથી ટૂંક સમયમાં મુક્તિ મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31