Last Updated on March 31, 2021 by
પ્રધાનમંત્રી મોદીની ડિપ્લોમેસી પર ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર ઉધડો લીધો છે. સ્વામીએ પાકિસ્તાનને લઈને પ્રધાનમંત્રી મોદી પર ડાયરેક્ટર પ્રહાર કર્યો છે. પાકિસ્તાન સાથે વેપાર છૂટને લઈને સ્વામીએ લખ્યુ છે કે, કાશ્મીરને લઈને મોદી સરકાર પાકિસ્તાન સામે સરેન્ડર કરી રહી છે. તેમણે કટાક્ષ કરતા લખ્યુ છે કે, સંભવ છે કે, આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન લંડનમાં ડિનર કરતા પણ દેખાશે.
Dr. @Swamy39 jee :
— Dharma (@Dharma2X) March 31, 2021
India signals readiness for restarting trade with Pak (Mint) ??https://t.co/aaJdSDzSAA pic.twitter.com/LeKfQuf47a
સ્વામી છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ જ ક્રમમાં સ્વામીએ બુધવારે સવારે પાક. સાથે વેપાર છૂટની સંભાવના વાળી ખબર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યુ છે કે, કાશ્મીર પર સરેન્ડર. ગડ બાય પીઓકે. મને પાક્કો વિશ્વાસ છે કે, ટૂંક સમયમાં મોદી અને ઈમરાન ખાન લંડનમાં ડિનર કરશે.
સંબંધોમાં સુધારો લાવવા માટે આજે પાકિસ્તાનમાં થશે કેબિનેટ મીટિંગ
ભારત સાથે વેપારને લઈને પાકિસ્તાનમા બુધવારે મંત્રીમંડળની બેઠક થવાની છે. આ તમામની વચ્ચે ભારતે પણ સંકેત આપ્યા છે કે, તે પાકિસ્તાન સાથે ફરી વાર વેપાર શરૂ કરવા માટે તૈયાર છે. જે વિતેલા બે વર્ષની વાત કરીએ તો, ભારત પાકિસ્તાન સાથે વેપાર સંબંધો સુધારવાની ફિરાકમાં છે.
પાકિસ્તાને ઓગસ્ટ 2019માં એકતરફી કર્યો હતો વેપારનો બહિષ્કાર
આપને જણાવી દઈએ કે, ગત અઠવાડીયે વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હરદીપ પુરીએ લોકસભામાં કહ્યુ હતું કે, ભારત સામાન્ય સંબંધોની ઈચ્છ ધરાવે છે. જેમાં પાકિસ્તાન સહિત અન્ય દેશો પણ સામેલ છે. પાકિસ્તાને ઓગસ્ટ 2019માં ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોમાંથી એક તરફી બહિષ્કાર કર્યો હતો. ત્યારે હવે પાકિસ્તાન ઘૂંટણીયે પડીને ફરી વાર પોતાના આ નિર્ણયની સમીક્ષા કરવા માટે મજબૂર બન્યુ છે.
પીએમ મોદીની શુભકામના પર ઈમરાન ખાને લખી હતી ચિઠ્ઠી
આ બાજૂ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોજીને એક પત્ર લખ્યો હતો, કે જમ્મુ કાશ્મીર સહિત બંને દેશો વચ્ચે અટકાયેલા તમામ મુદ્દાઓને લઈને સમાધાન સાર્થક અને પરિણામ દેનારી વાર્તા માટે અનુકુળ માહોલ બનાવવો જરૂરી છે. ખાને આ પત્ર પાકિસ્તાન દિવસ પર વડાપ્રધાન મોદીએ આપેલી શુભકામનાના જવાબમાં લખ્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31