Last Updated on April 1, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ વિધાનસભામાં પણ ઘાતક વાયરસની એન્ટ્રી થઈ છે, કોંગ્રેસના છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા પણ કોરોના પોઝિટીવ આવ્યો છે હાલ તેઓ સારવાર હેઠળ છે.
કોરોનાના ભરડામાં નેતાઓ આવ્યા છે.
કોરોના સંક્રમણે એટલો બધો કહેર મચાવ્યો છે કે, હવે કોરોનાના ભરડામાં નેતાઓ, કોરોના વોરિયર્સ, ખેલાડીઓ તેમજ બોલીવુડ સહિતની દિગ્ગજ હસ્તીઓ પણ ઝપેટમાં આવી ગઇ છે. ત્યારે રાજ્યમાં તાજેતરમાં જ મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેથી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ થતા હવે પ્રશ્નોતરી કાળમાં આવતી કાલે ડે.સીએમ નીતિન પટેલ ગૃહમાં તેમના વતી સવાલોના જવાબો આપશે.
સચિવાલયમાં 54 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
અત્રે નોંધનીય છે કે, સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ પ્રસરાઇ ગયો છે. માત્ર એક જ દિવસમાં 30 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓના સ્ટાફમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તમને જણાવી દઇએ કે, ગાંધીનગરના ન્યુ સચિવાલયના બ્લોક 7માં કુલ 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 138ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે જ્યારે 54 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31