Last Updated on March 31, 2021 by
ગુજરાતમાં વન વિભાગે ખેડૂતોને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે આપેલા માંચડાઓમાં કૌભાંડ છે તેવું ખુદ વનમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર કરી જણાવ્યું કે માંચડા બનાવનાર તાલાલાની એજન્સીને બ્લેકલિસ્ટ કરી દીધી છે. પણ મોટો સવાલ એ છે કે એજન્સીથી આટલું મોટું કૌભાંડ કેવી રીતે શક્ય બને ? આ કૌભાંડમાં વનવિભાગના જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. લાખો રૂપિયાના બિલ ચૂકવી દીધા બાદ હવે એજન્સીની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાખો રૂપિયાના બિલ ચૂકવી દીધા બાદ હવે એજન્સીની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
એજન્સીથી આટલું મોટું કૌભાંડ કેવી રીતે શક્ય બને ?
ખેડૂતોને ૧૪૩ કિલો વજનના માંચડાઓ આપવાની સ્કીમ છે, પંરતુ વનવિભાગના અધિકારીઓ અને માચડાઓ બનાવનાર એજન્સીએ ખેડૂતો સાથે છેતરપિંડી આચરીને ઓછા વજનના માંચડા ધાબડી સરકારી નાણાની ઉચાપત કરી છે. આ મુદ્દે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં તે અંગેનો વનમંત્રી ગણપત વસાવાએ માંચડાઓમાં કૌંભાડનો સ્વીકાર કર્યો હતો. માંચડા બનાવનાર તાલાલાની રાયચુરા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ એજન્સીની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા માટેની નોટીસ આપવામાં આવી છે.
- માંચડાઓમાં કૌભાંડ હોવાનો વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર
- માંચડાઓમાં કૌભાંડ હોવાનો જીએસટીવી કર્યુ હતુ ઉજાગર
- ખેડુતોને ઓછાં વજનના ધાબડી દેવામાં આવ્યા હતાં માંચડા
- જંગલી પ્રાણીઓના રક્ષણ માટે આપવામાં આવી રહ્યા છે માંચડા
- વિધાનસભામાં હર્ષદ રિબડિયાએ માંચડા અંગેના કૌભાંડની કરી હતી રજૂઆત
ખેડુતોને ઓછાં વજનના ધાબડી દેવામાં આવ્યા હતાં માંચડા
- ખુદ વનમંત્રીએ કૌભાંડનો સ્વીકાર કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરી હોવાની આપી માહિતી
- એજન્સી તો ઠીક પણ વનવિભાગના જવાબદારો સામે કાર્યવાહી ક્યારે ??
જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે માંચડાઓમાં કૌંભાડ થયું છે, જે અંતે સામે આવી ગયું પણ કૌભાંડીઓ કોણ કોણ તે અંગે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. જો કે આ માંચડા યોગ્ય છે તેનુ કમ્પ્લીશન સર્ટિફિકેટ વન વીભાગે આપવાનુ હતુ. જો કે થોડા જ દિવસો પહેલા આ જ માંચડા સારી ક્વોલિટીના અને સારી ગુણવત્તાના છે તેવું કમ્પ્લીટેશન સર્ટીફીકેટ અધિકારીઓને બદલે ખેડૂતો પાસેથી વનવિભાગ લેવા નીકળ્યું હતું. પરંતુ આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગાજતા તુરંત જ એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની ફરજ પડી છે. હવે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર જવાબદારો સામે તાત્કાલિક કડક પગલા લેવા પણ ધારાસભ્યો માંગ કરી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31