GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / FREE LPG કનેક્શન લેનારાઓ માટે મોટા સમાચાર : સરકાર બદલવા જઈ રહી છે સબસિડી નિયમો, હવે…!

Last Updated on March 31, 2021 by

ઉજ્જવલા સ્કીમ હેઠળ જો તમે ફ્રી LPG ગેસ કનેક્શન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે આ જરૂરી સમાચાર છે. ઉજ્જવલા સ્કીમ હેઠળ મળનારા સબ્સિડીના સ્ટ્રકચરમાં સરકાર જલ્દી બદલાવ કરી શકે છે. સૂત્રો મુજબ પેટ્રોલિયમ મંત્રાલય 2 નવા સ્ટ્રકચર પર કામ કરી રહી છે. અને તેને જલ્દી જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકારે આ વિશે બજેટમાં 1 કરોડ નવા કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે સરકાર OMCs તરફથી એડવાંસ પેમેન્ટ મૉડલમાં બદલાવ કરી શકે છે.

સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, 1600નું એડવાન્સ પેમેન્ટ કંપાની એકસાથે વસુલે છે. હજુ OMCs એડવાન્સ રકમ EMIના રૂપમાં વસુલે છે જયારે આ મામલે જાણકારી રાખતા સૂત્રો મુજબ સ્કીમમાં બાકી 1600ની સબસીડી સરકાર આપતી રહેશે.

મળે છે 14.2 કિલો વાળા સિલિન્ડર અને સ્ટવ

સરકારની આ સ્કીમમાં ગ્રાહકોને 14.2 કિલોના સિલિન્ડર અને સ્ટવ આપવામાં આવે છે. આ ખર્ચ લગભગ 3200 રૂપિયા હોય છે અને એના પર સરકાર તરફથી 1600 રૂપિયાની સબ્સિડી મળે છે જ્યારે 1600 રૂપિયા OMCs એડવાન્સના રૂપમાં મળે છે. જો કે OMCs રીફીલ કરાવવા પર સબસીડીની રકમ EMIના રૂપમાં વસુલે છે.

આવી રીતે કરાવી શકો છો આ યોજનામાં રજીસ્ટ્રેશન

આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવુ ખૂબ સરળ છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લેવા માટે BPL પરિવારની કોઈપણ મહિલા અપ્લાઈ કરી શકે છે. તમે ખુદ આ યોજનાથી જોડાયેલી ઓફિશિયલ વેબસાઈટ pmujjwalayojana.com પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો. રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌથી પહેલા એક ફોર્મ ભરીને નજીરના LPG વિતરક પાસે જમા કરાવવાનું રહેશે.

તે ઉપરાંત આ ફોર્મમાં મહિલાએ પોતાનું પૂરુ નામ, સરનામું, જનધન બેંક અકાઉન્ટ અને પરિવારના તમામ સભ્યોના આધાર નંબર પણ આપવાના રહેશે. બાદમાં તેને પ્રોસેસ કર્યા બાદ દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ યોગ્ય લાભાર્થીને LPG કનેકશન જારી કરે છે. જો કોઈ ઉપભોક્તા EMI નો વિકલ્પ પસંદ કરે છે તો EMI રકમ સિલિન્ડર પર મળનારી સબસિડીમાં એડજસ્ટ કરવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33