Last Updated on March 31, 2021 by
દેશના કેટલાય રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાનો ખતરો વધતાં હવે કેન્દ્ર સરકારે રાજ્યોને પણ એલર્ટ કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ચેતવ્યા છે કે, સમગ્ર દેશમાં ખતરો છે અને ત્યારે આવા સમયે સ્વાસ્થ્ય સેવાઓનો પ્રાથમિક ઢાંચો પ્રભાવિત થઈ શકે છે. તો વળી મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ સહિત કેટલાય રાજ્યોમાં કડકાઈ અમલમાં આવી ગઈ છે. નાઈટ કર્ફ્યુથી લઈને લોકડાઉન સુધીના નિર્ણય પણ લેવાયા છે. કોરોનાના ખતરાને જોતા જાણો ક્યાં રાજ્યમાં કેવી કેવી સ્થિતી છે.
મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ
મહારાષ્ટ્રમાં લોકડાઉનની ખબરોની વચ્ચે હવે સરકાર તરફથી કહેવાયુ છે કે, સમગ્રપણે લોકડાઉન લગાવામાં નહીં આવે, પણ નિયમ અને સખ્તાઈ લાગૂ રહેશે. કોરોનાની ચેન તોડવા માટે મોટા નિર્ણય લેવાઈ શકે છે. જે અંતર્ગત શોપિંગ મોલ, રેસ્ટોરંટ, સિનેમા હોલ જ્યાં સૌથી વધારે અવર જવર રહેતી હોય ત્યાં સંપૂર્ણ બંધ કરવામાં આવશે. લોકલ ટ્રેનને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. જેને જોતા ઉદ્ધવ સરકારે 28 માર્ચથી નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. જે રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી રહેશે.
ઉત્તરાખંડમાં આ 12 રાજ્યોમાંથી આવતા લોકોની એન્ટ્રી મુશ્કેલ
ઉત્તરાખંડ સરકારે પણ કોરોનાને લઈને સખ્તાઈ વધારી દીધી છે. એક એપ્રિલથી દિલ્હી સહિત 12 રાજ્યોમાંથી આવતા લોકોને પોતાની સાથે 72 કલાક પહેલા કરાવેલા નેગેટિવ રિપોર્ટ અને આરટીપીઆર રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. 1 એપ્રિલથી હરિદ્વાર કુંભમાં પણ તે લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે, જેમની પાસે 72 કલાક પહેલા કરાવેલો નેગેટિવ રિપોર્ટ હોય. જે લોકો કોરોના વાયરસની વૈક્સીન લગાવી ચુક્યા છે, તેમને સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે. રેલ્વે સ્ટેશન, ચોકી, બોર્ડર પર ટેસ્ટીંગના આદેશ આપવામાં આવ્યા છે.
એમપીમાં હમણાં નહીં ખુલે શાળાઓ, શનિ-રવિ લોકડાઉન
કોરોનાના વધતાં કેસોને લઈને શિક્ષણ વિભાગ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એમપીમાં ક્લાસ વનથી લઈને આઠમા ધોરણ સુધી સ્કૂલ એક એપ્રિલથી નહીં ખુલે. સરકારે ફરી વાર 15 એપ્રિલ સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના સંક્રમણની ગંભીર હાલતને લઈને મધ્ય પ્રદેશમાં 4 શહેર અને બાકીના શહેરોમાં દર રવિવારે લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.
પંજાબમાં વધારી દીધી ડેડલાઈન
પંજાબમાં કોરોનાથી બગડેલી હાલતને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં 31 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી પ્રતિબંધો લંબાવી દીધા છે. હવે સ્કૂલો અને કોલેજો આગામી 10 દિવસ સુધી બંધ રહેશે. પંજાબ સરકારે 19 માર્ચના રોજ સિનેમાઘર, શોપિંગ મોલ્સ તથા સામાજિક કાર્યક્રમો પર લોકોને એકઠા ન થવા માટે ભલામણ કરવામાં આવી છે. પહેલા જ પ્રતિબંધો 31 માર્ચ સુધી હતા, તે હવે 10 એપ્રિલ સુધી લગાવી દીધા છે.
દિલ્હીમાં કન્ટેન્ટમેંટ ઝોનની સંખ્યા વધી
દિલ્હીમાં કોવિડની સ્થિતી જોતા હવે ત્યાં સામાન્ય દર્દીઓને જોતા આઈસીયુ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અહીં ફક્ત છેલ્લા 6 દિવસમાં જ કંટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 800 થઈ ગઈ છે. લગ્ન અને અન્ય સમારંભમાં લોકોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
ગુજરાતના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો
ગુજરાત સરકારે ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 15 એપ્રિલ સુધી લંબાવી દીધુ છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લાગેલા રાત્રિ કર્ફ્યૂને હવે 15 એપ્રિલ સુધી લંબાવ્યુ છે. જ્યા રાતના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી આ પ્રતિબંધો લાગૂ રહેશે.
છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના દૈનિક કેસમાં સામાન્ય ઘટાડા સાથે 53,480 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,21,49,335 થઈ ગયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કુલ મૃતકઆંક 1,62,468એ પહોંચ્યો છે. આના પહેલા મંગળવારે 271 મૃતકઆંક નોંધાયો હતો ત્યારે એક જ દિવસમાં થયેલો આ વધારો ચિંતાજનક છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31