Last Updated on March 31, 2021 by
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોના ૫૪ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જવા પામ્યા છે.કુલ ૨,૯૬૬ બેડ પૈકી ૧૬૦૬ બેડ પર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.હવે ૧૩૬૦ બેડ ઉપલબ્ધ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
૧૩૬૦ બેડ ઉપલબ્ધ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે મ્યુનિ.હસ્તકની અને સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.કોવિડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોમાં હવે કોરોનાના દર્દીઓ માટે ૧૩૬૦ બેડ ઉપલબ્ધ છે.ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડની સંખ્યા ૧૧૮૮ છે.આ પૈકી ૫૯૫ બેડ ઉપર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોવિડ બેડની પરિસ્થિતિ..
બેડનો પ્રકાર | કુલ બેડ | ખાલી બેડ |
આઈસોલેશન | ૧૧૮૮ | ૫૯૩ |
એચ.ડી.યુ. | ૧૧૨૭ | ૪૫૧ |
આઈ.સી.યુ.વીથઆઉટ વેન્ટિલેટર | ૪૨૧ | ૧૯૧ |
આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટર | ૨૩૦ | ૧૦૫ |
સીવીલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો
જ્યારે ૫૯૩ બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.હાલ આ હોસ્પિટલમાં કોરોનાના કુલ ૪૨૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.હોળીના દિવસે આ હોસ્પિટલમાં કોરોનાના કુલ ૯૯ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.સતત વધી રહેલા કોરોના દર્દીઓના ગ્રાફની વચ્ચે ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવ્યું હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31