Last Updated on March 31, 2021 by
ભારતીય મૂળના લોકો અને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા(OCI) કાર્ડ હોલ્ડરોને ભારતમાં યાત્રા કરવા માટે પોતાની સાથે જૂનો પાસપોર્ટ રાખવો પડશે નહીં તેમ સરકારના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. અગાઉ જૂનો પાસપોર્ટ રાખવાની જરૂર પડતી હતી. સરકારના આ નિર્ણયનો ભારતીય મૂળના લોકોએ સ્વાગત કર્યુ છે.
શું છે OCI કાર્ડ ?
ઉલ્લેખનીય છે કે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા અથવા ઓસીઆઇ કાર્ડ ભારતીય મૂળના લોકોને આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવતા લોકોને મતદાન, સરકારી નોકરી અને ખેતીની જમીન ખરીદવા સિવાયના ભારતીયોને મળતા તમામ હકો મળે છે. ઓસીઆઇ કાર્ડ ધરાવતા લોકો ભારતમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે.
૨૬ માર્ચે અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ઓસીઆઇ કાર્ડ હોલ્ડરોની યાત્રા સરળ બનાવવા માટે ઓસીઆઇ કાર્ડ રિન્યુ કરાવવાની અંતિમ તારીખ વધારીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ કરવામાં આવી છે.
અગાઉ ઓસીઆઇની કાર્ડની સાથે ભારતીયોને જૂના અને નવા બંને પાસપોર્ટ રાખવા પડતા હતાં. આ નિયમમાં ફેરફાર કરીને ઓસીઆઇ કાર્ડ હોલ્ડરોને હવે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર પડશે નહીં. અમેરિકામા વસતા ભારતીય સમુદાયના લોકોએ ભારત સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31