Last Updated on March 31, 2021 by
મહારાષ્ટ્રમાં રાજકારણનો પવન બદલાય તેવી શક્યતાઓ, એન્ટ્લિયા પ્રકરણ વિવાદને એરણે ચડતાં મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર ખતરામાં મૂકાઈ છે. તેમાંય એનસીપી સુપ્રિમો શરદ પવારે અમદાવાદ આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સાથે ખાનગી બેઠક યોજી હતી. એક ગુજરાતી ઉદ્યોગપતિની મધ્યસ્થીથી યોજાયેલી આ ખાનગી બેઠકમાં શરદ પવારે પુત્રી સુપ્રિયા શૂળેને કેન્દ્રીય મંત્રી મંડળમાં મંત્રી બનાવવાનો રાજકીય સોદો પાર પાડ્યો હોવાની ચર્ચાએ વેગ પક્ડયો છે.
બિમારીના બહાને શરદપવાર હોસ્પિટલમાં
રાજકીય સોદો પાર પાડ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો
સૂત્રોના મતે, 26મી માર્ચે એનસીપી સુપ્રિમો શરદ પવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ ખાનગી ખાનગી ચાર્ટડ પ્લેનમાં અમદાવાદ આવીને ગણતરીના કલાકોમાં જ મુંબઈ પર ફર્યા હતા. પશ્ચિં બંગાળનો ચૂંટણી પ્રચાર છોડી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત લેવા માટે એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ધાટનનું બહાનું શોધ્યું હતું. અમિત શાહની ઓચિંતી મુલાકાત નું કારણ ખુદ ભાજપના નેતાઓને ગળે ઉતરી નથી.
અમિત શાહની ઓચિંતી મુલાકાત નું કારણ ખુદ ભાજપના નેતાઓને ગળે ઉતરી નથી
મળતી માહિતી મુજબ ગુજરાતના એક ઉદ્યોગપતિના બંગલા પર શરદ પવાર અને અમિત શાહ વચ્ચે થોડીક મિનીટો માટે આ રાજકીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવો રાજકીય સોદો પાર પાડવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં એનસીપી હવે અઘાડી સરકારનો સાથ છોડીને ભાજપનો હાછ ઝાલષે. જેના રાજકીય બદલા સ્વરૂપે શરદ પવારની પુત્રી સુપ્રિયા શુળેને મોદીના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સ્થાન આપવામાં આવશે. એનસીપી ભાજપનો સાથ મેળવીને રાજકીય રીતે મજબૂત બનવા માંગે છે, સાથે સાથે શરદપવાર પણ પોતાનો રાજકીય વારસો જળવાય તેવું ઈચ્છે છે.
એનસીપી ભાજપનો સાથ મેળવીને રાજકીય રીતે મજબૂત બનવા માંગે છે
આ રાજકીય સોદો પાર પાડ્યા બાદ શરદ પવારે ઉદ્વવ ઠાકરે સહિતના નેતાઓને મળવાનું ટાળ્યું છે. તે માટે પવાર બિમારીનું બહાનું કાઢીને હોસ્પિટલમાં દાખલ થયા છે, જેથી આ રાજકીય વાગતને વધુ વેગ મળ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31