GSTV
Gujarat Government Advertisement

હીરા વેપારી-દલાલો માટે પળોજણ/ સંક્રમણ અટકાવવા મ્યુનિ.નો અનોખો નિર્ણયઃ આ કાગળ સાથે હશે તો જ બજારમાં મળશે એન્ટ્રી!

Last Updated on March 31, 2021 by

સુરતમાં સંક્રમણના કેસો વધ્યાં પછી હીરા બજાર માટે હવે વધુ સખ્તાઇ દાખવવાનો નિર્ણય તંત્રએ લીધો છે. હીરા બજારમાં કામકાજ માટે આવતા વેપારીઓ, દલાલો અને એસોર્ટર્સ માટે કોરોના નેગેટીવ રિપોર્ટ્સ હશે તો જ બજારમાં પ્રવેશ મળશે. મહિધરપુરામાં ચાર પોઈન્ટ ઉપર આજથી ચેકિંગ હાથ ધરાશે. જોકે, પ્રશાસનના આ નિર્ણયને કારણે હીરા બજારના વેપારીઓ અને દલાલોની પળોજણ વધી ગઈ છે.

હીરા બજાર માટે હવે વધુ સખ્તાઇ દાખવવાનો નિર્ણય તંત્રએ લીધો

મહિધરપુરા હીરા બજાર માટેની ગાઇડલાઇન નક્કી કરવામાં આવી, તે સાથે આજે એસએમસીના અધિકારીઓ સાથે વેપારીઓ અને દલાલોની એક મિટિંગ મળી તેમાં કોવિડ ગાઇડલાઇનનો અમલ કરવા તાકીદ કરાઇ હતી. કોવિડ પોઝિટિવ વ્યક્તિઓને હીરાબજારમાં નહીં આવવા દેવામાં આવશે અને જેમનો રિપોર્ટ નેગેટિવ હશે તેવો જ બજારમાં આવી શકશે.

SMC

જેમનો રિપોર્ટ નેગેટિવ હશે તેવો જ બજારમાં આવી શકશે.

બજારમાં વેપારી, દલાલો, અસોર્ટર, ઓફિસોમાં આ અંગે સૂચના અપાઇ હતી એમ બ્રોકર એસો.ના નંદલાલ નાકરાણીએ જણાવ્યું હતું. હીરા બજાર સાથે સંકળાયેલા અન્ય વિસ્તારમાંથી આવતા હોવાથી, તેમને તેમના વિસ્તારમાંથી જ રિપોર્ટ કઢાવવા જણાવાયું છે. મહિધરપુરા બજારમાં રેપિડ ટેસ્ટ કેમ્પમાં 100 વ્યક્તિના ટેસ્ટમાં 20 પોઝિટિવ કેસ મળ્યા હતા. હવે કાલથી બજારમા ંઆવતા દરેક ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે.

નવા નિયમનો અમલ મુશ્કેલ, બજારમાં રેસિડેન્શીયલ મકાનો પણ છે

કોરોના સંક્રમણ નહીં વધે તે માટે આવતીકાલથી હીરા બજાર માટે વધુ સખ્તાઇ અમલમાં આવી રહી છે. પરંતુ આનો અમલ કેવી રીતે થઇ શકશે એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. હીરા બજાર સંપૂર્ણપણે કોમર્શિયલ નથી. ઓછામાં ઓછો 20 ટકા વિસ્તાર રેસિડેન્સીયલ છે. જુદીજુદી શેરીઓમાં રહેતાં લોકો માટે આનો અમલ કંઈ રીતે થશે એ પણ પૂછવામાં આવી રહ્યું છે.

મહિધરપુરા હીરાબજારમાં ચાર પોઈન્ટ ઉપર એસએમસી-પોલીસ ટીમ ચેકિંગ કરશે

કોરોના સંક્રમણ નહીં વધે તે માટે તકેદારી રૃપ રિપોર્ટની ચકાસણી માટે હીરા બજારમાં ચાર પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી મુલાકાતીઓનું ચેકિંગ કરાશે. રાધા રેસ્ટોરન્ટ, પાટીદાર ભવન, લિંબુ શેરી અને નવીન ક્રિકેટની ગલી પાસે એસએમસી અને પોલીસની ટીમ ચેકિંગ માટે તહેનાત રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33