Last Updated on March 31, 2021 by
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ બોલિવુડમાં પણ ઘાતક વાયરસનો પગપેસારો વધ્યો છે. અભિનેતા, અભિનેત્રી, દિર્ગદર્શક કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છેય હાલમાં જ સતિશ કોશિક કોરોનાની અડફેટમાં આવ્યો હતો અને તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ થયો હતો. જોકે હવે તે સાજો થઇને પાછો ઘરે આવી ગયો છે. પરંતુ તેની આઠ વરસની પુત્રી વંશિકા કોરોનાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
આઠ વરસની પુત્રી વંશિકા કોરોનાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી
હાલ એક વાતચીત દરમિયાન સતીશ કોશીકે જણાવ્યું હતું કે, હું કોરોનામાંથી રિકવર થઇ રહ્યો છું હવે થોડા દિવસો ઘરમાં ક્વોરન્ટાઇન રહીશ. પરંતુ મારી આઠ વરસની પુત્રી વંશિકા પાંચ દિવસથી હોસ્પિટલમાં છે તેની કોવિડ-૧૯ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. પરંતુ તેને તાવ ઊતરતો નથી. ૧૦૦-૧૦૧ની આસપાસ તાવ ચડઊતર થયા કરે છે. મહેરબાની કરીને તેના માટે પ્રાર્થના કરશો. એ અમને વારંવાર ફોન કરે છે અને રડયા કરે છે. હું બહુ ચિંતિત થઇ ગયો છું.
૧૦૦-૧૦૧ની આસપાસ તાવ ચડઊતર થયા કરે છે
સતીશ કોશિકે વધુમાં જણાવ્યું હતું કે, ફોન પર તેને રડતી સાંભળીને મારું દિલ ભાંગી જાય છે. પરંતુ અમે લાચાર છીએ અને તેને કોઇ મદદ કરી શકતા નથી. ઇશ્વર આ મુશ્કેલની ઘડીમાં તમારા બાળકોને સ્વસ્થ રાખે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31