Last Updated on March 31, 2021 by
અમેરિકાના હેજ ફન્ડસ આર્કેગ્રોસ કેપિટલના પતનને કારણે વૈશ્વિક બેન્કોને ૬ અબજ ડોલરથી વધુની નુકસાનીનો અંદાજ મુકાઈ રહ્યો છે. ફન્ડસને ઈક્વિટી ડેરિવેટિવ ટ્રેડસ માટે કરેલા ધિરાણને કારણે પોતાને અબજો ડોલરનું નુકસાન જવાની નોમુરા તથા ક્રેડિટ સ્યૂઝે ચિંતા વ્યકત કરી છે. આર્કેગ્રોસના ડિફોલ્ટ થવાને કારણે વિશ્વભરમાં બેન્કિંગ સ્ટોકસમાં ભારે વેચવાલી આવી છે.
આર્કેગ્રોસના ડિફોલ્ટ થવાને કારણે વિશ્વભરમાં બેન્કિંગ સ્ટોકસમાં ભારે વેચવાલી
આર્કેગ્રોસ કેપિટલે જણાવ્યું હતું કે, આ પડકારભર્યો સમય છે અને શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢવા દરેક સ્તરે ચર્ચા ચાલી રહી છે. હેઝ ફંડ આર્કેગ્રોસ કેપિટલનાં ડિફોલ્ટ થવાથી નોમુરા, ક્રેડિટ સ્યુસ જેવી બેંકોને જંગી નુકસાન ભોગવવું પડી શકે છે. આ સંકટને કારણે નોમુરાને બે અબજ ડોલરનાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સામાચરને પગલે અમેરિકન શૅરબજારોમાં નોમુરાનો શૅર ૧૪ ટકા તૂટયો હતો. બીજીબાજુ બીજી મોટી બેંક ક્રેડિટ સ્યુસ હજી સુધી તેને થયેલા નુકસાનનું આંકલન કરી શકી નથી, આ ડિફોલ્ટનાં કારણે ગોલ્ડમેન સાશ, મોર્ગન સ્ટેન્લીને પણ નુકસાન થયું છે.
આર્કેગ્રોસ કેપિટલે તમામ બેંકો અને ફાયનાન્સિયલ કંપનીઓમાં લિવરેજ પોઝિશન બનાવી હતી. હેજ ફંડ હાઉસે ડિસ્કવરી, વિઆકોમ, બૈડુ, વીઆઈપી શોપ જેવા શેરોમાં સ્વેપ એટલે કે શેરોની અદલા-બદલી દ્વારા પોઝિશન બનાવી હતી, પરંતું આ શેરોનાં ભાવ ઘટવાથી માજન કોલ ટ્રિગર થયો છે, તેનાં કારણે વૈશ્વિક બેંકોને લગભગ ૨૦ અબજ ડોલરનું હોલ્ડિંગ વેચવું પડયું છે, ત્યાર બાદ આ શૅરોમાં ભારે વેચવાલી નિકળતા શેરોનાં ભાવ ઘટતા ગયા. પરિણામે એક જ સપ્તાહમાં વીઆકોમ, ડિસ્કવરી, બૈડુ જેવી કંપનીઓના શૅર ૫૦ ટકા તૂટયા હતા.
વિયાકોમ, સીબીએસના સ્ટોકના વેચાણને કારણે બેન્કોએ માર્જિનની માગણી કરી હતી. વૈશ્વિક બેન્કો દ્વારા મંગાયેલા માર્જિન કોલ્સમાં હેજ ફન્ડ આર્ચેગોસ કેપિટલ ડીફોલ્ટ થયું હતું. વધુમાં ચીનના કેટલાક ટેકનોલોજી સ્ટોકસ પણ આર્ચેગોસ જંગી રોકાણ ધરાવે છે. આર્ચેગોસ કેપિટલને આ શૅર્સમાં કડાકાનો ભારે માર પડયો હતો.
અમેરિકાના કલાયન્ટ સાથે સોદાઓને કારણે પોતાને બે અબજ ડોલરનું નુકસાન થવાની શકયતા હોવાનું નોમુરાએ જણાવ્યું હતું. બીજી બાજુ ક્રેડિટ સ્યૂસે જણાવ્યું હતું કે, અમેરિકાસ્થિત ફન્ડ દ્વારા માર્જિન કોલ્સમાં નિષ્ફળતાથી પોતાના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પર અસર પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31