Last Updated on March 31, 2021 by
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યભરમાં કોરોનાના દરદીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. જો હોસ્પિટલોમાં બેડની સંખ્યા દરદીઓની સંખ્યા સામે ઓછી પડશે ત્યારે અંતિમ પર્યાય તરીકે લોકડાઉન મૂકવો પડશે. જ્યારે આઈ.સી.યુ અને ઓક્સિજન બેડની સંખ્યા બાબતે ફરિયાદ આપવા લાગશે તો પણ નાછુટકે લોકડાઉન બાબતે નિર્ણય લેવો જ પડશે એમ ભારપૂર્વક રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા રોજ વિક્રમ કરતો હોવાનું દેખાય છે. આથી સર્વને એક પ્રશ્ન થાય છે કે એટલે કે રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ પડશે કે શુંય રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટચોપેએ આ બાબતે જણાવ્યું હતું કે લોકડાઉન હાલમાં કોઈને જોીતું નથી. પણ પરિસ્થિતિ વધુ કથળે છે. ડ્રે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહિં. એચલે લોકડાઉન અંતિમ ઘડીને લાદવું શક્ય નથી. તેના માટે અભ્યાસ કરવો પડે છે. આ બાબતે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે અને સીનિયર અધિકારી સાથે ચર્ચા થઈ છે. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું,
મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે અને સીનિયર અધિકારી સાથે ચર્ચા થઈ
રાજ્યમાં કોરોનાની સંખ્યામાં વધારો એ બાબતે ચિંતા છે. સર્વ ક્ષેત્રમાં અભ્યાસ કરીને લોકડાઉન બાબતે નિર્ણય લેવાશે. પરિસ્થિતિ પર નજર રાખીને નિર્ણય લેવાય. પ્રતિબંધ વધારે સખ્તાઈથી કરવા પડે છે. લોકો તરફથી પ્રતિસાદ મળતો નથી. જનતા બિન્ધાસ્તપણું કોરોના દરદી વધવાનું કારણભૂત છે, એમ રાજેસ ટોપેે જણાવ્યું હતું.
કોરોનાના સંસર્ગ વધતા દરદીઓને ઉપચાર મળતો નથી. આથી બેડની સંખ્યા દરદીઓની સંખ્યા કરતા ઓછી હોય તો નાછુટકે પર્યાય તરીકે લોકડાઉન મૂકવો પડે છે. જ્યારે આઈ.સી.યુ. અને ઓક્સિજન બેડની સંખ્યા બાબતે ફરિયાદ આવવા લાગે તો લોકડાઉન બાબતે નિર્ણય લેવો પડશે. જો કે કેટલાક જણ કહે છે કે લોકડાઉન નથી જોઈતું. પણ બધોવિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાશે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31