GSTV
Gujarat Government Advertisement

વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદની હાલત ખરાબ, વધુ 30 વિસ્તારો ઉમેરાયાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં

Last Updated on March 30, 2021 by

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા 2220 કેસ વચ્ચે વધુ 10 લોકોના મોત થતા કુલ આંક 4510 એ પહોંચ્યો છે. ત્યારે હજુ પણ તંત્ર ચિંતાગ્રસ્ત સ્થિતિમાં જ છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સાથે-સાથે જાહેર સ્થળો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયા છે. ત્યારે અમદાવાદમાં તંત્ર દ્વારા જે વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ હોય તેવાં વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાલમાં અમદાવાદમાં કુલ 266 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે.

આજ રોજ મંગળવારના દિવસે શહેરમાં AMC દ્વારા વધુ 30 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે ત્યારે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા જ કહી આપે છે કે, હજુ પણ અમદાવાદમાં કોરોનાને ધ્યાને રાખતા પરિસ્થિતિ વધુ ગંભીર છે. જો કે બીજી બાજુ તંત્ર દ્વારા 23 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોને દૂર કરવામાં આવ્યાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આખરે કયા વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી દૂર કરાયા તો કયા નવા 30 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે હવે મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ મંગળવારના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણનો કહેર એટલો બધો વધી ગયો છે કે કોરોનાએ રાજકારણથી લઇને બોલીવુડ જગત તેમજ રમતગમત સુધી તમામ ક્ષેત્રોમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોનાના નવા 2220 કેસ નોંધાતા રાજ્યમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે.

કોરોના

રાજ્યમાં 3 અધિકારીઓના કોરોનાથી મોત

આ સાથે જ વધુ 10ના મોત થતા કુલ મૃત્યુઆંક પણ 4510 એ પહોંચી ગયો છે. ત્યારે તાજેતરમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ડાયરેકટર ઑફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. આ શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન પોતે લેખિકા પણ હતાં. તેઓએ દીકરીઓ માટે ‘ખીલતી કળીને વ્હાલ’ પુસ્તક પણ લખ્યું હતું. આ સિવાય સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો

ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના 4 મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની તારીખનો સમય લંબાવાયો છે. તમને જણાવી દઇએ કે, મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 સુધી યથાવત રહેશે.

સોલા સિવિલમાં બેડ ફુલ થયા

રાજ્યમાં વકરેલા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી રીતે કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ હાલમાં દાખલ કરાયા છે. હાલમાં સોલામાં કોરોનાના બે વોર્ડ ખોલવામાં આવ્યાં છે. જેમાં છઠ્ઠા અને નવમાં માળે દર્દીઓને રાખવામાં આવ્યાં છે. આગામી સમયમાં કોરોના કેસ વધતા વધુ વોર્ડ ખોલવામાં આવશે. હાલમાં 100માંથી 50 જેટલાં દર્દીઓ ઓક્સિજન ઉપર છે. હાલની સ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ એડમિટ થઈ રહ્યાં છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 180 બેડ કાર્યરત છે તેમાંથી 100 બેડ તો ફૂલ થઇ ગયા છે.

અમદાવાદના IIM માં કોરોનાથી મચ્યો ખળભળાટ

અમદાવાદમાં આવેલી IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા ગયા બાદ પરીક્ષા દરમયાન વિદ્યાર્થીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ જાણે IIM કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. રોજબરોજ મોટી સંખ્યામાં ત્યાંથી કોરોનાના કેસો આવી રહ્યાં છે. અમદાવાદ IIMમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 191 કેસમાંથી 86 વિદ્યાર્થીઓ, 4 ફેકલ્ટી અને 60 સ્ટાફ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અહીંયા આવતા અન્ય 41 લોકો પણ કોરોનાની ઝપટે ચડી ગયાં છે. આ પહેલાં સોમવારના રોજ પણ આઇઆઇએમના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આઇઆઇએમમાં 28 માર્ચના રોજ 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં જ્યારે કે 27 માર્ચના રોજ 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33