Last Updated on March 30, 2021 by
અમદાવાદની IIM કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 191એ પહોંચી ગઈ છે. આ પહેલા પણ 10 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ વધુ 8 વિદ્યાર્થીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં હતાં.
અમદાવાદમાં આવેલી IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા ગયા બાદ પરીક્ષા દરમયાન વિદ્યાર્થીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ જાણે IIM કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. રોજબરોજ મોટી સંખ્યામાં ત્યાંથી કોરોનાના કેસો આવી રહ્યાં છે. અમદાવાદ IIMમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 191 કેસમાંથી 86 વિદ્યાર્થીઓ, 4 ફેકલ્ટી અને 60 સ્ટાફ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અહીંયા આવતા અન્ય 41 લોકો પણ કોરોનાની ઝપટે ચડી ગયાં છે. આ પહેલાં સોમવારના રોજ પણ આઇઆઇએમના 10 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આઇઆઇએમમાં 28 માર્ચના રોજ 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં જ્યારે કે 27 માર્ચના રોજ 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં.
GTU માં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો
ઉલ્લેખનીય છે કે, IIM અમદાવાદમાં વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આઇઆઇએમમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 પર પહોંચી છે. તો બીજી બાજુ અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે. અમદાવાદ GTU માં વી.સી. ડૉ.નવીન શેઠ બાદ વધુ અધિકારીઓ પોઝિટિવ આવ્યાં છે. હવે રજીસ્ટાર કે.એન.ખેર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. તો રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યાં છે. GTU માં કોરોનાનો પગ પેસારો થતાં સંસ્થામાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.
ગુજરાતમાં આજ રોજ નોંધાયા વધુ 2220 કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે હવે મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ મંગળવારના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31