GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોના વકર્યો : સોલા સિવિલમાં 180માંથી 100 બેડ ફુલ, હોસ્પિટલની ગંભીર સ્થિતિ જોતા વધુ નવા વોર્ડ ખોલાશે

Last Updated on March 30, 2021 by

રાજ્યમાં વકરેલા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી રીતે કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ હાલમાં દાખલ કરાયા છે. હાલમાં સોલામાં કોરોનાના 2 વોર્ડ ખોલવામાં આવ્યાં છે. જેમાં છઠ્ઠા અને નવમાં માળે દર્દીઓને રાખવામાં આવ્યાં છે. આગામી સમયમાં કોરોના કેસ વધતા વધુ વોર્ડ ખોલવામાં આવશે. હાલમાં 100માંથી 50 જેટલાં દર્દીઓ ઓક્સિજન ઉપર છે. હાલની સ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ એડમિટ થઈ રહ્યાં છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 180 બેડ કાર્યરત છે તેમાંથી 100 બેડ તો ફૂલ થઇ ગયા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 459 દર્દીઓ દાખલ

તો બીજી બાજુ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી અમદાવાદના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 459 દર્દીઓ દાખલ છે જે પૈકી 11 દર્દીઓ વેન્ટીલેટર પર અને અન્ય 82 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. આ અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું કે, ‘દાખલ દર્દીઓને રેમડીસીવર ઈન્જેકશન વધુ આપવા પડતા હોવાની હાલ સ્થિતિ સર્જાઈ છે, સિવલ હોસ્પિટલમાં હાલ 1200 બેડથી વધારે બેડ વધારવામાં આવશે.’

આજ રોજ વધુ 10ના મોત થતા રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો

ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગુજરાતમાં કોરોનાના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

રાજ્યના 4 મહાનગરોમાં લંબાવાયો રાત્રિ કરફ્યુ

ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના 4 મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની તારીખનો સમય લંબાવાયો છે. તમને જણાવી દઇએ કે, મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 સુધી યથાવત રહેશે.

વિધાનસભા ગૃહમાં પણ કોરોનાનો કહેર

ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત આ પહેલા પણ નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરના પોઝીટીવ આવતા ફફડાટ મચ્યો છે.દુષ્યંત પટેલને કોરોના આવ્યાની જાણકારી બાદ ભાજપના 15-20 સભ્યોની ગૃહમાં ગેરહાજરી જણાઈ હતી. અત્યાર સુધીમાં એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યાં છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટાઇન પૂરો કરીને ગૃહમાં આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33