Last Updated on March 30, 2021 by
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડનો મામલો ગુંજ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર વિવાદ તે જોઇએ આ અહેવાલમાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કોરી ઉત્તરવહીઓનો વીડિયો પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઉત્તરવહીઓનો છે. આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે MBBSની પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ ત્રણ વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી કરીને પાસ કરાવી દેવાનું કૌભાંડ આચરાયું હોવાનો સમગ્ર આક્ષેપ થયો છે.
વર્ષ 2018ની FY. MBBSની પરીક્ષામાં રિ-એસેસમેન્ટમાં ગેરરીતિ સામે આવી
આ સમગ્ર મામલો હાલ તો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં એફ.વાય. MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રિ-એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી. આ માટે તપાસ કરવા યુનિ.એ ખાસ સમિતિની રચના કરી હતી.
સમિતિના રિપોર્ટ મુજબ, 10 વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ફેરફાર થયા છે. જેમાં 3 વિદ્યાર્થીઓના નામ ખૂલ્યા હતાં. આ 3 વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી. ત્રણેય વિદ્યાર્થીઓની જવાબવહીમાં પુનઃ મુલ્યાંકન કરનાર નિરક્ષરની સહી તેમાં ન હોતી. બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે. જેમાં 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થકુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પાર્થ મહેશ્વરી છે. આ મામલે ખુલાસો થયો કે, પાર્થના માતા હર્ષાબહેન મહેશ્વરી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમજ હર્ષાબેન પાલનપુર પાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા પણ છે.
આ મામલે અધિક મુખ્ય સચિવ પંકજકુમારને તપાસ સોંપાઇ : શિક્ષણમંત્રી
પાટણ યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડ મામલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘આ મામલે અધિક મુખ્ય સચિવ પંકજકુમારને સમગ્ર મામલાની તપાસ સોંપાઇ છે.’ આ પહેલાં વરિષ્ઠ અધિકારી નાગરાજનને તપાસ સોંપાઇ હતી. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તપાસ અંગે સવાલ ઉઠાવ્યાં હતાં. તેમણે તપાસ કમિટીના રિપોર્ટ અંગે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પહેલાં એ નથી સમજાતું કે આ તપાસ શા માટે કરવામાં આવી રહી છે. એક વખત કૌભાંડના પુરાવા મળી ગયા છે તો હવે કાર્યવાહી થવી જોઈએ. સરકારે તપાસની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. અગાઉ 10 વખત અહીં કમિટી બની ગઈ છે પણ તેનું પરિણામ કાંઈ આવ્યું નથી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31