GSTV
Gujarat Government Advertisement

તંત્રની બેદરકારી/ અમદાવાદ-પાલનપુર સિક્સ લેન હાઇવે પર જતા પહેલાં ચેતી જજો : બનશે મોતનો કોળિયો, વેપારીઓની રોજીરોટી પણ છીનવાઇ

Last Updated on March 30, 2021 by

રાજ્યમાં સતત માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને નવીન માર્ગના કામમાં કોન્ટ્રાકટર અને તંત્રની બેદરકારીના કારણે સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવેના સિક્સ લેનના કામમાં તંત્રની બેદરકારીએ વેપાર ધંધા તો ભાંગી પડ્યાં છે પરંતુ જીવલેણ અકસ્માતોનો સિલસિલો હજુ પણ યથાવત છે.

ઠેર-ઠેર ખોદકામ વેપારીઓ માટે ઘાતક

છેલ્લાં દોઢ વર્ષથી અમદાવાદ-પાલનપુર હાઇવે સિક્સ લેનનું કામ થઈ રહ્યું છે. લોકડાઉનમાં કામ પણ બંધ રહ્યું હતું જે કામ હવે શરૂ થયું છે પરંતુ હાલમાં જે રીતે કામગીરી ચાલી રહી છે તેના વેપાર ધંધાને તો અસર પડી જ છે. સાથો સાથ અકસ્માત સર્જાય તે પ્રકારે અહીં કામગીરી ચાલી રહી છે. અહીં ઠેર-ઠેર ખોદકામ અને માર્ગ પર જ ગેરકાયદેસર વાહનોનો અડ્ડો વેપારીઓ માટે ઘાતક સાબિત થયો છે.

સિક્સ લેન માર્ગના કામમાં નથી ડિવાઈડરના ઠેકાણાં તો નથી ડાયવર્ઝનના બોર્ડ

અમદાવાદ પાલનપુર હાઇ-વેના કામમાં તંત્રની બેદરકારીના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યાં છે. અનેક લોકો આ અકસ્માતના ખપ્પરમાં હોમાયા છે ત્યારે જેટલી કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે એટલી જ તંત્રની બેદરકારી છે. પાલનપુરથી સિદ્ધપુર સુધીના હાઇવે પરના સિક્સ લેન માર્ગના કામમાં નથી ડિવાઈડરના ઠેકાણાં તો અહીં નથી ડાયવર્ઝનના બોર્ડ લગાવ્યાં. અહીં રેડિયમ પ્લેટો પણ નથી લગાવાઇ જેના કારણે રાત્રિના સમયે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે.

પાલનપુરથી કાણોદર સુધી 10 કિલોમીટરના વિસ્તારમાં આ એજન્સી દ્વારા ગંભીર ક્ષતિઓ સામે આવી છે અને જેને લઇને વારંવાર અકસ્માતો સર્જાય છે. જો કે તંત્રની પણ એટલી જ બેદરકારી છે અને આ અકસ્માતો નિવારવા માટે તંત્રએ પણ એજન્સી સામે કોઈ કડક પગલાં લીધા નથી જેને લઇને અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33