Last Updated on March 30, 2021 by
બિહારના અરરિયામાં તાજેતરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં એક ઘરમાં આગ લાગવાના કારણે 6 બાળકોના મોત થઈ ગયા છે. આ ઘટના પલાસીના ચહટપુર પંચાયત અંતર્ગત આવતા કવૈય્યા ગામની છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયુ નથી, પણ એવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે, ગોદામમાં રાખેલા ઘાસચારાની જગ્યાએ જ બાળકો મકાઈના ડોડા સેકી રહ્યા હતા. આ દરમિયાન આગના તણખલા ત્યાં પહોંચ્યા હતા, આ ઘટના ઘટી ગઈ.
આગ લાગતા 6 બાળકો ભડથુ થઈ ગયા
અચાનક લાગેલી આગના કારણે ગામમાં હાહાકારને દેકારો થઈ ગયો હતો. ગામ લોકોએ આગને કાબૂમાં લેવા માટે પાણી છાંટવાનું ચાલુ કરી દીધુ હતું. જો કે, આગ એટલી વિકરાળ હતી કે, તેમાં રમતા 6 બાળકો ભડથુ થઈ ગયા હતા. આ બાળકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એસપી, એસડીપીઓ અને એસડીઓ પહોંચ્યા હતા. બાદમાં તમામ બાળકોને પોસ્ટમોર્ટમ માટે અરરિયાની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતાં.
બાળકોની ઉંમર 5થી 6 વર્ષ
મૃતકોમાં બે બાળકીઓ છે. તમામ મૃત બાળકો પાંચથી છ વર્ષના છે. મૃતકોમાં મોહમ્મદ યુનિકનો પાંચ વર્ષનો પુત્ર અશરફ, મિન્હાઝની છ વર્ષિય દિકરી મુન્ની, મોહમ્મદ ફારુકનો પાંચ વર્ષનો દિકરો બરકશ અલી, મોહમ્મદ મતીનનો પાંચ વર્ષનો પુત્ર અલી હાસન, મોહમ્મદ તનવીરની પાંચ વર્ષની દિકરી ખુશનિયાર, મોહમ્મદ મંજૂરનો છ વર્ષનો દિકરો દિલવર છે.
ગામમાં માતમ છવાયો
ઘટનાની જાણ થતાં સ્થળ પર એસપી હ્દયકાંન્ત, એસડીપીઓ પુષ્કર કુમાર સહિત એસડીઓ અને પલાસી પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ ગામમાં માતમ છવાઈ ગયો હતો. ચારેબાજૂ કાળો દેકારો થઈ ગયો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31