GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રની હાલત ખરાબ/ મુંબઈમાં ખાનગી હોસ્પિટલોને થયા આ આદેશ, દાખલ થવા માટે પણ લેવી પડશે પરમિશન : નાગપુરમાં એક બેડ પર 2 દર્દીઓ

Last Updated on March 30, 2021 by

બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. દેશભરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 56 હજાર 211 નવા કેસ દાખલ થયા છે. એક જ દિવસમાં વધુ 271 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 20 લાખ 95 હજાર 855 થઈ છે. જયારે એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખ 40 હજારથી વધુ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ આંક એક લાખ 62 હજારને પાર થયો છે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નવા કોરોનાના કેસની રફ્તાર બેકાબૂ : નાગપુરમાં હોસ્પિટલો ફૂલ

દિલ્હી સરકારે કહ્યું હતું કે હાલમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે નહીં. પંજાબ, પુડુચેરી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત ઘણાં વધુ રાજ્યોએ પણ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નાગપુરમાં હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. કોરોના બેડ પર એક સાથે 2 દર્દીઓને દાખલ કરાઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલો ફૂલ થતાં કોરોના દર્દીઓની લાઈનો લાગી રહી છે. દેશમાં વધી રહેલો કોરોના સંકટ દરેકની ચિંતા વધારી રહ્યો છે. સૌથી વધારે જોખમ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યુ છે. કેમ કે અહીં આવી રહેલા નવા કોરોનાના કેસની રફ્તાર બેકાબૂ થઈ ગઈ છે. હવે રાજ્યમાં કડકાઈ વધી ગઈ છે પરંતુ સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાઓ પણ વધી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આના સંકેત આપ્યા હતા, પરંતુ હવે પૂર્ણ લોકડાઉન વિરૂદ્ધ અવાજ પણ ઉઠી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ગત અઠવાડિયે જ એક લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં કેટલાક જિલ્લામાં પોતાના સ્તર પર પૂર્ણ લોકડાઉન લાગુ કરી દીધુ છે. સંકટને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યોના અધિકારીઓને પૂર્ણ લોકડાઉનના ઑપ્શન ખુલ્લા રાખવાના નિર્દેશ આપ્યા હતા. ઉદ્ધવ ઠાકરેનુ કહેવુ હતુ કે રાજ્યમાં લોકો ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા નથી.

મહારાષ્ટ્રમાં ડરાવી રહી છે કોરોનાની રફ્તાર

દેશમાં અત્યારે જેટલા પણ કોરોનાના કેસ આવી રહ્યા છે, જેમાં અડધાથી વધારે મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 31 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા. એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં દરરોજ 30 હજારથી વધારે નવા કેસ આવ્યા છે, મુંબઈમાં રોજ 5 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. કોરોનાના વધતા કેસના કારણે જ નાંદેડ, બીડ, નાગપુર સહિત અડધા ડઝનથી વધારે શહેરોએ સંપૂર્ણ લોકડાઉન, નાઈટ કર્ફ્યુ, બજારોમાં પ્રતિબંધ જેવા કડક નિયમોને ફરીથી લાગુ કરવામાં આવ્યા છે.

દિલ્હીની હાલત પણ કોરોનાથી ખરાબ

મુંબઈ બાદ હવે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1904 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને આઈસીયુ બેડ્સ સુંપૂર્ણ ભરાયેલા જોવા મળી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ અંગે કહ્યું કે,‘દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમિક્ષા કરવામા આવશે અને તેના આધાર પર વધુ બેડ ફાળવવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં ઘણા આઈસીયુ અને વેન્ટિલેટર ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાંથી પણ અમુકમાં જ આઈસીયુ-વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ જોવા મળી છે. આ હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા વધારવામા આવશે.’ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે- દિલ્હીના ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અને વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ પાછળ વધતા કેસની સાથે અન્ય રાજ્યોથી આવતા લોકો પણ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33