Last Updated on March 31, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના મહાનગરોતો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે, બીજીતરફ નાના નાના જિલ્લાઓમાં પણ ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. અમદાવાદની IIM ઈન્સ્ટીટ્યુ્ટમાં તો સંક્રમિતોની સંખ્યા 70 પર પહોંચી છે. બીજી તરફ સુરતમાં પણ ભયાવહ સ્થિતિ બની રહી છે. આ વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ મોડાસાથી સામે આવ્યા છે. જેમાં મોડાસા શહેરની કે એન શાહ હાઈસ્કૂલમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે.
સ્કૂલના પ્રિન્સિપાલ સહિત આઠ લોકો વાયરસની ઝપેટમાં આવ્યા
જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ સહિત આઠ લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે. કોરોનાથી સંક્રમિત થનાર લોકોમાં સ્કૂલના પ્રિન્સિપાલ, હેડક્લાર્ક, કલાર્ક, અને ચાર પટ્ટાવાળાઓ સંક્રમિત થયા છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ પર જોખમ વધ્યું છે. શિક્ષણ વિભાગ પણ આ મામલે મૌન સેવ્યું છે, જો સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે. જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કે એન શાહ હાઈસ્કૂલમાં કોરોના વિસ્ફોટ થવાથી વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે.
મામલે મૌન સેવ્યું છે, જો સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે
રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઉચક્યુ છે..અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના ટેસ્ટિંગ માટે લાંબી કતાર જોવા મળી છે..સેક્ટર 21માં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ ખાતે સવારથી લોકો કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર લગાવી હતી…એકે તરફ કોરોના કેસ વધી રહ્યા છે.બીજી તરફ રાજકીય પક્ષો આગામી 18 એપ્રિલે મહાપાલિકાની ચૂંટણી યોજવા મકક્મ છે..
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31