Last Updated on March 31, 2021 by
ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ પાટનગર સચિવાલય ખાતે વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત આ પહેલા પણ નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરના પોઝીટીવ આવતા ફફડાટ મચ્યો છે.દુષ્યંત પટેલને કોરોના આવ્યાની જાણકારી બાદ ભાજપના 15-20 સભ્યોની ગૃહમાં ગેરહાજરી જણાઈ હતી.
અત્યાર સુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટાઇન પૂરો કરીને ગૃહમા આવ્યા છે.
- ગૃહના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત
- ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરના પોઝીટીવ
- હોમ આઈસોલેટ થયા
- દુષ્યંત પટેલને કોરોના આવ્યાની જાણકારી બાદ ભાજપના 15-20 સભ્યોની ગૃહમાં ગેરહાજરી
ભાજપના એક સાંસદ પણ કોરોનાથી સંક્રમિત થયા
વિધાનસભા બજેટ સત્ર હવે અંતિમ તબક્કામાં છે.તા.1લી એપ્રિલે વિધાનસભાનું કામકામ પૂર્ણ થઇ જશે.તા.31મી માર્ચે લવ જેહાદનુ બિલ વિધાનસભામાં પસાર થઇ શકે છે. દરમિયાન, ધારાસભ્ય પૂંજા વંશ, નૈાશાદ સોલંકી, બાબુ જમના, ભરતજી ઠાકોર, ભીખાભાઇ બારૈયા, વિજય પટેલ, મોહન ઢોડિયા સહિતના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.
1લી એપ્રિલે વિધાનસભાનું કામકામ પૂર્ણ થઇ જશે
વિધાનસભામાં કોરોનાએ એન્ટ્રી કરતાં માત્ર ધારાસભ્યો જ નહીં, પણ પાંચ ડેપ્યુટી સેક્રેટરી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. આ ઉપરાંત ત્રણ મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો હતો. આ દરમિયાન, વલસાડના ધારાસભ્ય ભરત પટેલને ય કોરોના થયો હતો. ભરત પટેલ શુક્રવારે જ વિધાનસભામાં હાજરી આપીને વલસાડ પરત ફર્યા હતાં.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31