Last Updated on March 30, 2021 by
ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી. એસ.બાવાએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બાવાનો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગ્યે સુભાષ નગરમાં આવેલા પાર્કમાં ગ્રિલ સાથે લટકાયેલા જોવા મળ્યો હતો. 58 વર્ષિય બાવા પશ્ચિમી દિલ્હીના ફતેહનગરમાં રહેતા હતા.
પોલીસને ન મળી સુસાઈડ નોટ
પાર્કમાં ફરી રહેલા લોકોએ પોલીસને જાણકારી આપી હતી અને કહ્યુ હતું કે, પાર્કમાં કોઈ શખ્સની લાશ લટકી રહી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ મૃતકની ઓળખાણ જીએસ બાવા તરીકે થઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ નોટ નથી મળી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31