Last Updated on March 29, 2021 by
સમગ્ર દેશમાં 22 માર્ચ, 2020 ના રોજ કોરોનાના પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું. દેશના તમામ રાજ્યોમાં લોકડાઉનની કડક અમલવારી કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે પ્રજાને એવું લાગતું હતું કે લોકડાઉનના આ સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ત્યાર બાદ વેપાર ધંધા શરૂ થઈ જશે. પરંતુ કોરોનાનો ગ્રાફ દિવસે ને દિવસે એટલો બધો વધી રહ્યો હતો કે લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. ધીમે ધીમે રાજ્યમાં અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને બંધ થયેલા ધંધા રોજગારો ધીમે ધીમે ખુલવા લાગ્યા હતાં.
રાજ્યમાં દિન પ્રતિદિન મોતના આંકડામાં પણ વધારો
ફરી એક વખત સામાન્ય માણસની ગાડી પાટા ઉપર દોડતી થઈ હતી. પરંતુ કોરોનાનો સમયગાળો અનેક ઘરો માટે ઘાતક સાબિત થયો છે. કોરોનાની લહેરમાં અનેક લોકોના ઘરો ઉજળી ગયા છે. આજે પણ લોકો તેને ભુલાવી શકતા નથી. તો દિન પ્રતિદિન મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજ દિન સુધી કોરોનાના કારણે નોંધાયેલા મોતનો કુલ આંક 4500 એ પહોંચ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. કોરોનાએ ઘણી મહિલાઓના માથામાં રહેલું સિંદુર પણ ભુસી નાંખ્યું તો કેટલાંક પરિવારનો આધાર છીનવી લીધો તો કેટલાંક નવજાત શીશુએ પણ તેના ઉપરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
આજ રોજ વધુ 8ના મોત, સૌથી વધુ મોતનો આંકડો સુરત અને અમદાવાદમાં
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના વકર્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના આંકડાઓ જોતા રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 2252 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 8 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4500 એ પહોંચ્યો છે. જો કે પાછલા બે દિવસો કરતા કોરોનાના કેસોમાં અંશતઃ ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટમાં સામાન્યતઃ વધારો જોવા મળ્યો છે.
જો કે રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વધુ 1731 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,86,577 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.54 ટકા છે. આજ રોજ નોંધાયેલા નવા 8 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3, પંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 એમ કુલ 8 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે. આજ રોજ નવા નોંધાયેલા કેસોમાં સુરતમાં 650 કેસ, અમદાવાદમાં 612 કેસ તો વડોદરામાં 236 અને રાજકોટમાં 242 નવા કેસો સામે આવ્યાં છે.
એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 37 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 118 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે, જ્યારે મૃત્યુઆંક 4,500 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 86 હજાર 577 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા રાજ્યમાં હાલ 12,041 એક્ટિવ કેસ છે જેમાંથી 149 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 11,892 દર્દીની હાલત સ્થિર છે.
મહાનગરોમાં રાત્રિ કરફ્યુ
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સતત વધતા જતા કોરોનાના કેસોને કારણે ફરીથી રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ શહેરોમાં તંત્ર દ્વારા જાહેર સ્થળો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે તેમજ તાજેતરમાં લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણય મુજબ જે કોઇ વ્યક્તિ અન્ય કોઇ રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે તો તે વ્યક્તિએ ફરજિયાત RTPCR નો ટેસ્ટ કરવવો પડશે. આ સાથે જો રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ ટેસ્ટનો રિપોર્ટ પણ 72 કલાક પહેલાંનો જ માન્ય ગણાશે.
રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9 વાગ્યાથી જ અમલમાં
રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને રાજ્ય સરકાર દ્વારા શહેરના મનપા વિસ્તારોમાં નાઇટ કરફ્યુ અમલી બનાવ્યું છે. થોડાં સમય પહેલાં કરફ્યુમાં ઢીલાશ દેવામાં આવી હતી અને રાત્રે 11 વાગ્યા બાદ નાઇટ કરફ્યુની અમલવારી કરાવવામાં આવતી હતી. પરંતુ જેમ-જેમ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેનાં પગલે સરકારે રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9 વાગ્યાથી જ અમલ કરાવવાનો આદેશ કર્યો છે. એ સાથે જ તમામ મહાનગરોમાં બાગ-બગીચાઓ તેમજ બસો, થિએટરો, મોલ સહિતના જાહેર સ્થળો પણ જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા આદેશ કરાયો છે.
વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનના વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા છે. બદલાયેલા સ્વરૂપના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ વાયરસનું સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે. તબીબોનો મત છે કે, વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત થઈ રહ્યાં છે.
દિવાળી બાદની સ્થિતિનું પુનરાવર્તન
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ધૂળેટીના પર્વ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે રાજ્યની પ્રજાએ ધુળેટીની ઉજવણી કરી નથી. ગઈકાલે સોશ્યલ ડિસ્ટંસ સાથે હોળી પ્રગટાવવામાં આવી. કોરોનાના કારણે આ વખતે હોળીના તહેવાર પર જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે. ગુજરાતીઓ સરકારની સૂચનાનું પાલન કરી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સિવિલનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દિવાળીના તહેવાર બાદ જે પરિસ્થતિ થઇ હતી તેનું પુનરાવર્તન થયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં કોરોનાના 424 દર્દીઓ સારવાર માટે આવ્યાં.તો આક્સિજન પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31