Last Updated on March 29, 2021 by
ધૂળેટીના પર્વે રાજ્યમાં ડૂબીને મોતને ભેટવાની ઘટનાઓના કારણે કેટલાંક પરિવારોમાં ધૂળેટીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું. જેમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં જે પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં છે. તો સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા પડ્યાં હતાં જેમાં 2 બાળકોના મોત થયા તો ઝઘડિયામાં નર્મદા નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત નિપજ્યું છે. મૃતક રાણીપુરા ગામનો દર્પણ પટેલ હોવાનું સામે આવ્યું છે તો ભાવનગરના કોળિયાકમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા જેમાંથી 2 લોકોના મોત થઇ ગયા છે.
વાપી દમણગંગા નદીમાં ડૂબી ગયેલા 2 યુવકોની હજી સુધી કોઇ જ ભાળ નથી મળી
આ સાથે જ વાપી નજીક આવેલા ડુંગરા ગામ ખાતેથી પસાર થતી દમણગંગા નદીમાં પણ 5 યુવાનો ન્હાવા ગયા હતાં. જેમાં 2 યુવકો ડૂબી જતા ફાયરની ટીમની મદદ લેવાઇ હતી. જો કે મોડી રાત્રિ સુધી ડૂબી ગયેલા યુવકોની કોઇ ભાળ ન હોતી મળી. મહત્વનું છે કે દર વર્ષે તહેવારોના દિવસોમાં ડુંગરા દમણગંગા નદીમાં આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી આવી છે આમ, છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરાઇ રહી.
ઉલ્લેખનીય છે કે, હોળી ધૂળેટીના પાવન પર્વ પર નદીઓમાં ન્હાવાનું અનોખું મહાત્મય છે. ત્યારે આજે ગુજરાતમાં ઘટેલી દુર્ઘટનાઓમાં 7 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં 2 તો બાળકો અને 5 યુવકોના મોત નિપજ્યાં છે. પલસાણા તાલુકાના ચલથાણમાં તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોની ડૂબવાની ઘટના ઘટી છે તો હાડોડમાં પણ તણાયેલાં 3 યુવાનોમાંથી 2ની લાશ મળી છે. આમ, તહેવારોના સમયમાં મોતથી કકળાટ પેદા થયો છે.
પાંચ બાળકોમાંથી 2 બાળકોનાં મોત
સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો નાહવા પડ્યાં હતાં જેમાં બે બાળકોના મોત થયા છે. તળાવ ખોદનાર કોન્ટ્રાક્ટ અધૂરું કામ મૂકીને ભાગી છૂટ્યો હતો. તળાવમાં માટી ખોદકામ મામલે એક મહિનાથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ નવું ખોદાયેલા તળાવે બે બાળકોનો ભોગ લીધો છે.
મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનોમાંથી 2ના મોત
બીજી બાજુ મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં. જે પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં છે. ત્રણેય યુવાનો લુણાવાડાના હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા પડ્યાં હતાં. પરંતુ આ દરમ્યાન ત્રણેય યુવાનો તણાયા હતા જેમાં દુર્ઘટનામાં 2 યુવકો મોતને ભેટ્યાં છે. જ્યારે કે અન્ય એક યુવકને ગ્રામજનોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક યુવાનો બાલાસિનોરના જોરાપુરા ગામના હોવાનું મનાઇ રહ્યું છે.
નર્મદા નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત
આ સાથે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઝઘડિયામાં નર્મદા નદીમાં ડૂબવાથી એક યુવકનું મોત થયું છે. ધૂળેટીના પર્વની ઉજવણી કરવા યુવક પોતાના મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયો હતો. જે દરમ્યાન રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો યુવક ડૂબ્યો હતો. ત્યારે યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31