GSTV
Gujarat Government Advertisement

કાર્યવાહી / સોપોરમાં આતંકી હૂમલામાં એક PSO સહીત બેના મોત બાદ એક્શન, 4 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

Last Updated on March 29, 2021 by

જમ્મુ-કશ્મીરના સોપોરમાં સોમવારે એક મોટો આતંકી હૂમલો થયો હતો. જાણકારી પ્રમાણે સોપેરમાં બીડીસી ચેરપર્સન ફરીદા ખાન ઉપર સોમવારે આતંકવાદીઓએ હૂમલો કરી દીધો હતો. આ હૂમલામાં એક પીએસઓ સહીત બેના મોત નીપજ્યાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, ફરીદા ખાનને તે વિસ્તારમાં આવેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાદમાં આ વિસ્તારમાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

આ હૂમલાની જવાબદારી આતંકી સંગઠન ધ રેસિસ્ટેંસ ફોર્સે લીધી છે. ટીઆરએફ એક વર્ષ જૂનુ સંગઠન છે. તો જમ્મુ કશ્મીર પોલીસનું કહેવું છે કે, આ હૂમલામાં લશ્કરે-એ-તૈયબાના બે આંતકીઓ પણ હતાં. સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

4 પોલીસ કર્મીઓ થયા સસપેન્ડ

સોપોરમાં થયેલા આ આતંકી હૂમલા બાદ 4 પોલીસ કર્મીઓને પણ સસપેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તેને આતંકી હૂમલા દરમયાન કોઈ એક્શન નહીં લેવાના કારણે તેને સસપેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે સોપોરમાં આતંકીઓએ હૂમલો કર્યો ત્યારે તે 4 પોલીસ કર્મી હાજર હતા. પરંતુ તેણે આ સમયે કોઈ એક્શન લીધા નહીં. તે કારણે સસપેન્ડ કરી દેવામાં આવ્યાં છે. હૂમલા બાદ કશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે સોપેર પહોંચીને પરિસ્થિતિ નિહાળી હતી.

તાજેતરમાં જ થયો હતો હૂમલો

જો કે જમ્મુ કશ્મીરના સોપોરમાં વધુ એક આતંકી હૂમલો થયો હતો. જેમાં ઉત્તરી કશ્મીરના સોપોર જિલ્લામાં આતંકીઓએ એક પોલીસ ચોકી ઉપર ગ્રેનેડથી હૂમલો કર્યો હતો. પોલીસ ચોકી ઉપર થયેલા આતંકી હૂમલામાં બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ ચોકી ઉપર થયેલા આતંકી હૂમલા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30