GSTV
Gujarat Government Advertisement

બંગાળ/ અમિત શાહે 30માંથી 26 બેઠકો જીતવાનો દાવો કર્યો તો આ નેતાઓ તેનાથી આગળ વધ્યા, કહ્યું મમતાને મળશે બિગ ઝીરો

Last Updated on March 29, 2021 by

ગઈ કાલે ગૃહ મંત્રી અમિત શાહે આગાહી કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે. જો કે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે એક દિવસ બાદ તેનાથી આગળ વધીને દાવો કર્યો છે કે, ભાજપ પહેલા તબક્કાની 30માંથી 30 બેઠકો જીતી જાય તો મને આશ્ચર્ય નહીં થાય.

Indore Lok Sabha seat

ઉલ્લેખનીય છે કે, બંગાળની 294 વિધાનસભા બેઠકો પૈકી પહેલા તબક્કાની 30 બેઠકો માટે બે દિવસ અગાઉ મતદાન સંપન્ન થયુ છે.લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. હવે 1 એપ્રિલે બીજા તબક્કાની 30 બેઠકો માટે મતદાન થવાનું છે. દરમિયાન કૈલાશ વિજયવર્ગીયે આગળ એમ પણ કહ્યું હતું કે, આ વખતે ટીએમસીના ગૂંડાઓ પોલિંગ બૂથ પર કબ્જો કરી શક્યા નથી અને બોગસ વોટિંગ પણ કરી શક્યા નથી. લોકોને પોતાની ઈચ્છાથી મતદાન કરવાની તક મળી છે અને જનતાના મત ભાજપને જ મળ્યા છે. આથી ભાજપ તમામ બેઠકો પર કબ્જો જમાવે તો મને નવાઈ નહીં લાગે.

બીજી તરફ મમતા બેનરજી સામે નંદીગ્રામના ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ કહ્યું હતું કે, પહેલા તબક્કામાં તમામ મતદાન પરિવર્તન માટે થયું છે. પહેલા તબક્કાની 30માંથી 30 બેઠકો ભાજપ જીતશે. રાજ્યની જનતાએ પરિવર્તન માટે મન બનાવી લીધું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33