Last Updated on March 29, 2021 by
દેશમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાથી ૩૦૦થી વધુના મોત નીપજ્યાં હતાં. આ વર્ષે એક દિવસમાં કોરોનાથી પહેલી વખત ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૧ લાખને પાર થઈ ગયા છે. દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોનાના ૬૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯ કરોડને પાર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 40 હજારથી વધારે કેસો આવતાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લગાવવા માટેની સ્ટ્રેટેજી ઘડવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે.
CMએ કહ્યું- કલમ 144 અથવા કર્ફ્યૂથી પણ પરિસ્થિતિમાં બદલાવ થશે નહીં, હવે તો લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉદ્ધવના આ નિવેદન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે.
સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયંકર થઇ રહી છે. વધતી દરદીની સંખ્યા પ્રમાણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. આથી લોકોમાં ભયનું વાતાવરણ થઇ ગયું છે. નાંદેડ ખાતે સ્થિત ખૂબ જ ચિંતાજનક બની છે. ત્યાં સળંગ ત્રીજા દિવસે નાંદેડ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા માટે લાઇન લાગી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. અહીંના ગોવર્ધન ઘાટ સ્મશાનભૂમિમા દિવસભર ૧૭ જણના અંતિમ સંસ્કારની નોંધણી થઇ છે. ગઇકાલે ૨૦ જણની થઇ હતી. આ પરથી નાંદેડમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. નાંદેડમાં શુક્રવારે ૯૭૦ નવા કોરોનાગ્રસ્તોની નોંધ થઇ છે. જ્યારે ૧૪ દરદીએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો હતો. નાંદેડ જિલ્લામાં ૮ હજાર ૭૧૫ કોરોનાના એક્ટીવ દરદી છે. આમાંથી ૯૩ દરદીની પ્રકૃતિ ગંભીર છે. અત્યાર સુધી નાંદેડ જિલ્લામાં ૬૯૭ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રવિવારે અહીં 40, 414 નવા કેસ સામે આવ્યા હતા. અહીં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીનો આ આંક સૌથી મોટો છે. આ પહેલા 26 માર્ચે 36,902 કેસ નોંધાયા હતા. ગત દિવસે રાજયમાં 108 લોકોના મોત થયા, તેમાંથી 58 મોત નાગપુરમાં જ થયા છે.
મુંબઈમાં સામે આવ્યા 7 હજાર દર્દી
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6923 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોના મૃત્યુ પણ થયા હતા. મુંબઈમાં અત્યાર સુધીમાં 3 લાખ 98 હજાર 674 લોકો પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 11 હજાર 649 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.
નાઇટ કરફ્યુમાં નીકળ્યા તો કાર્યવાહી થશે
મુંબઈમાં રવિવારથી નાઈટ કરફર્યુ લાગુ કરાયો છે. આ સમયમાં નાગરિકોએ વગર કારણે રસ્તા પર ફરવુ નહિં એવી અપીલ મુંબઈની મેયર કિશોરી પેડણેકરે કરી છે. જો કોઈપણ વ્યક્તિ વગર કારણે રસ્તા પર ફરતાં દેખાશે તો તેઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પાલિકા માર્શલને રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય કોરોના વધતા પ્રકોપને જોતા હોળીના સમયે કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ મેયરે કરી છે.
આ સિવાય જે સોસાયટીમાં પાંચ કરતાં વધુ કોરોના પીડિત મળશે તે સોસાયટીને સીલ કરાશે. ઝૂંપડપટ્ટી તથા ચાલીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ દરદી મળી આવે છે. નાઈટ કરફર્યુમાં પબ અને હોટેલ્સ બંધ રહેશે. માત્ર અત્યાવશ્યક સેવા શરૃ રહેશે એવી માહિતી કિશોરી પેડણેકરે આપી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ રવિવારે કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સાથે મુંબઈમાં કોરોનાના કુલ કેસ ૩,૯૮,૬૭૪ થયા છે અને મૃત્યુઆંક૧૧,૬૪૯ થયો છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ પણ દેશમાં સૌથી વધુ છે, જે ૨૨.૭૮ હતો.
મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. વધુમાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરે તો આખા રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. આથી સરકાર પર લોકડાઉન જેવા આકરા નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે.
દેશમાં આઠ રાજ્યોમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હતો. મહારાષ્ટ્ર ઉપરાંત ચંડીગઢમાં ૧૧.૮૫ ટકા, પંજાબમાં ૮.૪૫ ટકા, ગોવામાં ૭.૦૩ ટકા, પુડુચેરીમાં ૬.૮૫ ટકા, છત્તીસગઢમાં ૬.૭૯ ટકા, મધ્ય પ્રદેશમાં ૬.૬૫ ટકા અને હરિયાણામાં ૫.૪૧ ટકા હતો. દેશમાં કોરોનાની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ ૨૪ કરોડ ટેસ્ટ થયા છે જ્યારે કુલ પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે રહ્યો છે. દેશમાં રસીકરણ અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં રસીના ૬ કરોડથી વધુ ડોઝ અપાયા છે
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31