GSTV
Gujarat Government Advertisement

સંક્રમણ વકર્યું/ 61 દિવસમાં નહોતા આવ્યા એટલા કેસ 18 દિવસમાં આવ્યા, ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ આટલા સંક્રમિત

Last Updated on March 29, 2021 by

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં ૨.૫૦ લાખથી ૨.૭૫ લાખ સુધી કેસ પહોંચવામાં ૬૧ દિવસ થયા હતા. પરંતુ ૨.૭૫ લાખથી ૩ લાખ કેસ માત્ર ૧૮ દિવસમાં પૂરા થયા છે. હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે અને ૪,૪૯૨ના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે ૨,૮૪,૮૪૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૪,૩૯૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે.

વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનના વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા છે. બદલાયેલા સ્વરૂપના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ વાયરસનું સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે. તબીબોનો મત છે કે, વાયરસના બદલાતા સ્ટ્રેનના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત થઈ રહ્યાં છે.

દિવાળી બાદની સ્થિતિનું પુનરાવર્તન

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ધૂળેટીના પર્વ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે રાજ્યની પ્રજાએ ધુળેટીની ઉજવણી કરી નથી. ગઈકાલે સોશ્યલ ડિસ્ટંસ સાથે હોળી પ્રગટાવવામાં આવી. કોરોનાના કારણે આ વખતે હોળીના તહેવાર પર જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે. ગુજરાતીઓ સરકારની સૂચનાનું પાલન કરી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સિવિલનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દિવાળીના તહેવાર બાદ જે પરિસ્થતિ થઇ હતી તેનું પુનરાવર્તન થયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં કોરોનાના 424 દર્દીઓ સારવાર માટે આવ્યાં.તો આક્સિજન પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

કોરોના

વિશ્વમાં સૌથી વધારે કેસો ભારતમાં

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. ભારતમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 68 હજાર 20 કેસ નોંધાયા છે, એક જ દિવસમાં કોરોનાથી 291ના મોત થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.20 કરોડને પાર થઈ ગયા છે. છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરીણામે એક્ટિવ કેસ વધીને 5 લાખ 21 હજાર 808 થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33