GSTV
Gujarat Government Advertisement

મમતાનો નંદીગ્રામમાં રોડ શો : ઉનાળાના ભર તડકામાં વ્હીલચેરમાં 8 કિલોમીટર ફરશે, જોઈ લો આ વીડિયો

Last Updated on March 29, 2021 by

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હોટ સીટ નંદીગ્રામ પર તમામની નજર છે. અહીંથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી છે. શુભેન્દુ અધિકારી મમતા બેનર્જીને હરાવવાનો દાવો કરી ચૂક્યા છે. તો મમતા બેનર્જી પણ પૂરી તાકાત સાથે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. આ દરમિયાન આજે નંદીગ્રામમાં મમતા બેનર્જી રોડ શો કરી રહ્યા છે.

મમતા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હૉટ સીટ એવી નંદીગ્રામ બેઠક પર સૌની નજર ટકેલી છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે મુકાબલો છે. શુભેન્દુ મમતાને હરાવવાનો દાવો કરી રહ્યાં છે ત્યારે મમતા બેનર્જી પણ આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

આજે નંદીગ્રામમાં આકરા તડકામાં પણ તેમણે રોડ-શોનું આયોજન કર્યું હતું. 8 કિ.મી.ના પ્રસ્તાવિત રોડ-શોમાં નિયત રૂટને બદલી તેઓ વચ્ચે અમુક ગામડાઓ તરફ વળ્યા હતા. મમતા બેનર્જી નંદીગ્રામમાં મતદાન પૂર્ણ થયા સુધી રોકાશે, એવામાં મમતા બેનર્જીને પડકાર આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે 30 માર્ચે નંદીગ્રામ પહોંચશે. બંગાળમાં 1 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે, નંદીગ્રામ બેઠક પર પણ આ જ તબક્કામાં મતદાન થશે.

આ રોડ શો 8 કિમીનો છે, જે ખુરીદારમ મોડથી શરૂ થઈને ઠાકુર ચોક સુધી જવાનો છે. જોકે, રોડ શો દરમિયાન જ મમતા બેનર્જીએ પોતાનો રૂટ બદલી દીધો છે. મમતા બેનર્જી નક્કી કરાયેલા રૂટ સિવાય ગામડા તરફ પણ ગયા છે. બપોરે લગભગ 1:30 વાગે મમતા બેનર્જીની ઠાકુર ચોક પર એક જનસભા છે. આ જનસભાને સંબોધિત કર્યા બાદ તેઓ 2 વાગે બોયલ દ્વિતીયમાં સાર્વજનિક સભાને સંબોધિત કરશે અને 3:30 પર નંદીગ્રામના અમદાવાદ હાઈ સ્કુલના મેદાનમાં જનસભાને સંબોધિત કરશે.

મમતા દીદીનો તડકામાં રોડ શો

મમતા બેનર્જી આ રોડ શો તડકા વચ્ચે કરી રહ્યા છે અને તેઓ વ્હીલ ચેર પર છે. ગઈ વખતે જ્યારે તેઓ નંદીગ્રામથી પોતાનુ નામાંકન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમને કારમાં ચડતી વખતે ઈજા પહોંચી હતી ત્યારથી મમતા બેનર્જી વ્હીલચેર પર છે. આજે જ્યારે તેઓ રોડ શો માટે રસ્તા પર ઉતર્યા તો તડકાથી બચવા માટે માથા પર સફેદ કપડુ રાખેલા જોવા મળ્યા છે. ભાજપના નેતા બાબુલ સુપ્રિયો આજે ટોલીગંજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નંદીગ્રામમાં મમતા બેનર્જીને પડકાર આપવા કેન્દ્રીય મંત્રી અમિત શાહ 30 માર્ચે અહીં પહોંચશે. પશ્ચિમ બંગાળમાં એક એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. નંદીગ્રામ બેઠક પર પણ આ તબક્કાનું મતદાન થવાનું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33