GSTV
Gujarat Government Advertisement

રાજ્યની પ્રજાએ ધૂળેટીની નથી કરી ઉજવણી, જનતાએ સરકારની સૂચનાનું કર્યુ ચૂસ્તપણે પાલન: નીતિન પટેલ

Last Updated on March 29, 2021 by

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ધૂળેટીના પર્વ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે,  કોરોનાના કારણે રાજ્યની પ્રજાએ ધુળેટીની ઉજવણી કરી નથી. ગઈકાલે સોશ્યલ ડિસ્ટંસ સાથે હોળી પ્રગટાવવામાં આવી. કોરોનાના કારણે આ વખતે હોળીના તહેવાર પર જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે. ગુજરાતીઓ સરકારની સૂચનાનું પાલન કરી રહ્યા છે.

રસોડા

કોરોનાના કારણે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ: નીતિન પટેલ

  • રાજ્યની પ્રજાએ ધૂળેટીની ઉજવણી નથી કરી: નીતિન પટેલ
  • કોરોનાના કારણે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ: નીતિન પટેલ
  • ગુજરાતીઆે સરકારની સૂચનાનું પાલન કરી રહ્યા છે: નીતિન પટેલ

ગુજરાતમાં છેલ્લા ૬ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાનો ક્રમ આખરે અટક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ નવા કેસ નોંધાયા હતા. આમ, શનિવારની સરખામણીએ કોરોનાના કેસમાં સાધારણ ઘટાડો થયો છે. રાજ્યમાં ૨૩ ડિસેમ્બર એટલે કે ૯૫ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૧ હજારને પાર થયો છે. હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૩, અમદાવાદ-રાજકોટમાંથી ૨ જ્યારે વડોદરામાંથી ૧ એમ કુલ ૮ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૬ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાનો ક્રમ આખરે અટક્યો

અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે નોંધાઈ રહેલા કોરોના કેસ વચ્ચે આજે ધૂળેટીના પર્વના કારણે તેત્રએ આકરા પ્રતિબંધ લગાવી દીધા છે…કોરોના કાળમાં છેલ્લા એકવર્ષમાં અનેક તહેવારોની ઉજવણી હોમાઈ ગઈ છે..ત્યારે રંગોનું પર્વ ધૂળેટીની ઉજવણી પણ કોરોનાના કપરા કાળમાં હોમાઈ રહ્યુ છે…અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે ધૂળેટીના ઉજવણીને લઈને પરિપત્ર બહાર પાડીને વિવિધ  પ્રતિબંધો લગાવી દીધા છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33